ધોળકા ખાતે મદાર ઓટા થી બજાર તરફ નાં મેઈન રોડ પર જુમ્મા મસ્જિદ નજીક સિમેન્ટ નો વીજ પોલ મૂળ માંથી તુટી ગયેલ છે. જે ગમે ત્યારે તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાવાની અને જાનહાનિ થવાની શક્યતા છે. આ વીજ પોલ ને કાઢી ને નવો મજબૂત વીજ પોલ નાખવા ધોળકા ની વીજ કચેરીમાં ત્રણ દિવસ થી રજૂઆત કરવા છતા આજદિન સુધી કોઈ વીજ કર્મચારી આવેલ નથી. આથી નગરજનોમાં વીજ કચેરી ની ઘોર બેદરકારીના કારણે રોષની લાગણી ફેલાઈ છે.
ધોળકા શહેર કોંગ્રેસ નાં પૂર્વ પ્રમુખ મુનાફભાઈ રાધનપુરી એ ડેપ્યુટી એન્જિનિયર, યુજીવીસીએલ, ધોળકા ને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, જૂની બેંક ઓફ બરોડા, જુમ્મા મસ્જિદ પાસે મેઈન રોડ પર સિમેન્ટ નો એક વીજ પોલ ખૂબ જુનો છે. જે નીચે નાં ભાગે થી જર્જરિત થઈ ગયો છે.
આ થાંભલા ઉપર વીજ વાયરની છ લાઈનો ૨૦૦ થી ૩૦૦ મીટરની પૂર્વ - પશ્ચિમ ની લંબાઈ માં આવેલ છે.આ થાંભલો અડી ને છે. જે ગમે ત્યારે તૂટી પડે તો જાનહાનિ થાય તેમ છે. વીજ કચેરી વાળા કહે છે, થાંભલો નગરપાલિકા નો છે. થાંભલા ઉપર નો ગોળો નગરપાલિકા નો હોય શકે છે, પરંતુ આ થાંભલા ઉપર નાં જીવંત વીજ વાયરો તો વીજ તંત્ર નાં જ છે. તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહિ. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી વીજ કચેરી, ધોળકા ની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.