ધરપકડ:ધોળકા તાલુકાના પુલેન સર્કલ પાસેથી કાર ચોર ઝડપાયો

ધોળકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લાનો આરોપી કાર સાથે આવતા ઝડપી લેવાયો

પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિકારી અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ તેમજ નાયબ પોલીસ અધિક્ષક ધોળકા વિભાગ ધોળકા ની સૂચનાથી હાલ વધુ પ્રમાણ માં મિલકત સંબંધી ગુના થતાં અટકાવવા સૂચના કરવામાં આવી હતી જે અન્વયે એન. ડી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ના પો લીસ સ્ટેશનના સ્ટાફના માણસોને સૂચના આપી હતી.

જે આધારે મુકેશ સિંહ દોલતસિંહ ,દિગ્વિજય સિંહ બળવતસિંહ, એન.ડી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર, એન.આર.ગોહિલ સબ ઇન્સ્પેક્ટર, એ.એસ.આઇ પ્રભુભાઈ દિતાજી, વિક્રમભાઈ સાગરભાઇ, પ્રદીપ સિંહ અજીતસિંહને ચોક્કસ હકીકત થી બાતમી મળી હતી કે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કાર ચોરીના કેસનો આરોપી કાર સાથે ખેડા થી ધોળકા તરફ આવે છે અને તે પુલેન સર્કલ પરથી પસાર થનાર છે.

જે હકીકત નાં આધારે પોલીસટીમ સર્કલ પર જતાં આવતા વાહનો ને ચેક કરતાં તે સમયે બાતમી હકીકત વાળી શંકાસ્પદ ગાડી આવતા તેને રોકી હતી અને પૂછપરછ કરતાં પોતે પોતાનું નામ સિદ્દીક શાહ અહેમદ શાહ ફકીર, રહે પીઠાઈ, તાલુકો કઠલાલ ,જિલ્લો ખેડા હોવાનું જણાવેલ તેની પાસે ગાડી નાં કાગળ માંગતા તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું.તેની કડકાઈ થી પુછપરછ કરતાં તેણે કબલ્યું કે અને આ ગાડી ધોળકા ટાઉન વિસ્તારમાંથી ચોરી કરી છે.આમ. પોલીસે આરોપીને પકડી નહીં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...