તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:ધોળકાના આંબરેલી ગામેથી 9 જુગારી ઝડપાયા, 1 ભાગી ગયો

ધોળકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16થી 30 જૂન સુધી જુગારીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરાયું, કૂવા પર રમતાં પકડાયા

એ.એસ.પી અમદાવાદ ગ્રામ્યની સૂચનાથી તારીખ 16/ 6/ 21 થી તારીખ 30/ 6/ 21 સુધી જુગારની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હોવાથી એ બી અન્સારી પોલીસ ઇન્સ્પેક્ટર ધોળકા રૂરલના માર્ગદર્શન હેઠળ આંબારેલી ગામે કેટલાક ઇસમો જુગાર રમતા હોવાની બાતમી હકીકત આધારે પી.સી ધર્મેશકુમાર રૂપસિંહભાઇ તેમજ પોલીસ સ્ટાફના માણસો તથા પંચો સાથે આંબારેલી ગામની સીમમાં કેતનભાઇ કોળી પટેલના બોર કૂવા ઉપર ખુલ્લી જગ્યામાં રેડ કરતા જાહેરમાં પૈસા પત્તા વડે પૈસાની હાર-જીતનીનો તીનપત્તીનો જુગાર રમતા જુગારીઓને રોકડ 11,210 તથા દાવ ઉપરથી 400 રૂપિયા મળી કુલ 11,610 તથા ગંજીપાનાની સાથે મુદ્દામાલ સાથે આરોપીઓ ફારૂકભાઇ ઇબ્રાહીમભાઇ ઘાંચી (ઉંમર વર્ષ 35 રહે જૂની પોસ્ટ ઓફિસ પાસે), ઉસ્માનભાઈ ઘાંચી, આરીફભાઈ ગુલામ રસુલ ઘાંચી (રહે જૂની પોસ્ટ ઓફિસ), ઉસ્માનભાઈ ઈમરાનભાઈ ઘાંચી (રહે મફતિયા પૂરા ધોળકા), રિયાઝ મહેમુદ ભાઈ ઘાંચી (રહે ધોળકા),મોહમ્મદ ઇદૃશ અબ્દુલ રહીમ ઘાંચી (રહે ધોળકા), જુનેદ મહમદભાઇ ઘાંચી (રહે જૂની પોસ્ટ ઓફિસ), મોસીન મહેબુબભાઇ શેખ (રહે ઘાંચી ઢાળ) તથા આરોપી કેતનભાઇ પીન્ટુભાઇ દશરથભાઈ ભાગી ગયો હોવાથી ધોળકા પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...