તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:10 હજારની વસ્તી ધરાવતા ધોળકાના ચલોડા ગામમાં અઠવાડિયામાં 70થી 80ના કોરોનાથી મોત

ધોળકા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
મહિલા સરપંચે લેખિતમાં રજૂઆત કરી છે. - Divya Bhaskar
મહિલા સરપંચે લેખિતમાં રજૂઆત કરી છે.
 • દવાનો કેમ્પ કરવાની લેખિત રજૂઆતમાં મહિલા સરપંચે સ્ફોટક માહિતી આપી
 • ગામમાં અગ્નિસંસ્કાર કરવા માટેના ખાટલા ખૂટી પડ્યા
 • સરકારી તંત્રને દવા, ઑક્સિજનનો સ્ટોક રાખવા અને જવાબદારી લેવા રજૂઆત

ધોળકાના ગ્રામ વિસ્તારમાં કોરોના મહામારીથી નાગરિકો ભયભીત થઈ ગયા છે. ત્યારે ધોળકા હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાંબી લાઈનો લાગી હોય એવા દ્રશ્ય જોવા મળે છે. ધોળકાના 10થી 11 હજારની વસતી ધરાવતા ચલોડા ગામમાં એક અઠવાડિયામાં 70થી 80 લોકોના મોત થયા હતા. દરરોજ હાલ પાંચથી સાતના જીવ જાય છે. જેઓની ઉંમર 45થી 50 વર્ષની વચ્ચે છે.ગામડામાં લોકોના મોત થતા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

વધુમાં તમામ ગામના સરપંચોએ આક્રોશ ઠાલવ્યો છે કે વધુમાં ઓક્સિજન અને ઓક્સિમીટરની કોઈ સુવિધા ન હોય ત્યારે લોકો પોતાના સગા અને સ્વજન ગુમાવી રહ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આવા ગામડાની મુલાકાત લે અને ઓક્સિજનની વ્યવસ્થા કરે એવી માંગ ઉઠી છે.વધુમાં ચલોડા ગ્રામ પંચાયતના સરપંચ પુરીબેન બાબુજી ઠાકોરે જણાવ્યું હતું કે ગામ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ગામડાઓમાં લાશને અગ્નિસંસ્કાર દેવા માટે પણ ખાટલાની ભારે તંગી સર્જાય છે.

તાત્કાલિક ધોરણે આરોગ્ય ટીમ અધિકારીઓ ગંભીર નોંધ લેવાં માગણી કરી છે. સરકારી માણસોએ જવાબદારી અને ઓક્સિજન અને દવા સ્ટોક રાખે અને ગામડા લોકોને સમયસર દવા અને ઓક્સિજન મળે તેવી માંગ ઉઠી છે.ચલોડા ગ્રામપંચાયતના સરપંચે લેખિતમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કાળ બનીને ત્રાટક્યો છે. ત્યારે ગામમાં દવાનો સ્ટોક પણ ખૂટી રહ્યો છે. ત્યારે સરકારે ગ્રામ્ય વિસ્તારમાં દવાનો કેમ્પ કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો