ધરપકડ:નશા તેમજ મોજશોખ કરવા માટે ચોરી કરતાં સિંધરેજના 4 ઝબ્બે

ધોળકા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 જાન્યુઆરીએ આરોપીઓએ ગામની ગ્રુપ સેવા સહકારી મંડળીમાંથી 22 હજારની ચોરી કર્યાની કબૂલાત કરી

ધોળકા તાલુકાના સીંધરેજ ગામમાં આવેલી ગ્રુપ સેવા સહકારી મંડળીની ઓફિસનું તાળું તોડી કરવામાં આવેલી રૂ.20 હજારની થયેલી ચોરી કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો હતો. સીંધરેજ ગામના 4 આરોપીઓએ પોતાના નશા તેમજ મોજશોખ પુરા કરવા માટે ચોરી કર્યાની કબૂલાત આરોપીઓએ કરી હતી.

પોલીસ ઇન્સ્પેકટર એન.ડી.ચૌધરીના સીધા માર્ગદશન હેઠળ તાજેતરમાં 4 જાન્યુઆરીના રોજ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના કામે હકીકત એવી હતી કે ગઇ 2 જાન્યુઆરીની રાતના કોઇ અજાણ્યા આરોપીએ સિંધરેજ ગામની ગ્રુપ સેવા સહકારી મંડળીની ઓફિસનું વીજ કનેકશન કાપી ઓફિસની તિજોરી તથા ટેબલના ડ્રાઅરમાંથી રોકડ નાણા રૂ.22 હજારની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યો હતો. જે બાબતે સહકારી મંડળીના સેક્રેટરીએ ધોળકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જેમાં પો.ઇન્સ.ની સુચના મુજબ મંડળીના લગાડેલા સી.સી. ટી.વી કેમેરાની ધનિષ્ટ તપાસ કરી તેમજ ગુપ્ત બાતમીદારોથી માહિતી મેળવી આ ગુનાના કામે મહેશભાઇ અરવિંદભાઇ રાવળ, પ્રદીપભાઇ ઉર્ફે નાનીયો મનુભાઇ શ્રીમાળી, અશોકભાઇ ઉર્ફે હર્ષદ ગોવિંદભાઇ પરમાર તથા બોબી દીપકભાઇ પરમાર (તમામ રહે.સિંધરેજ ગામ,તા.ધોળકા)ને શુક્રવારના રોજ પકડી અટક કરી છે.

અન્ય સમાચારો પણ છે...