કાર્યવાહી:ધોળકાથી નશાકારક કફ સીરપની બોટલોના જથ્થા સાથે 2 ઝડપાયા

ધોળકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોળકા ટાઉન પીઆઈ એન.ડી. ચૌધરી એ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેચાઈ રહેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ નશાયુક્ત સીરપની બોટલોનું ગેરકાયદે વેચાણ પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે તમામ પોલીસને કડક સૂચના અપાઈ હતી. જે દરિમયાન હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહને બાતમી મળી હતી કે 2 ઈસમો અમુક પ્રકારની નશાકારક કફસીરપની બોટલોનો જથ્થો રાખી તેનું ગેરકાયદે વેચાણ કરે છે. ધોળકા ટાઉન પીઆઈ એન. ડી. ચૌધરી તથા સ્ટાફનાં માણસોએ રેડ કરી 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

જેમાં મુજમમિલ ઉર્ફે ઘૂંઘરું અબ્દુલસત્તાર મનસુરી ( રહે. બેકાટેકરી, ધોળકા) અને ક્યયુમ રહેમાન શેખ (હાલ રહે. દાદુ ફળિયા, ધોળકા, મૂળ રહે. ફતેવાડી કેનાલ પાસે, સરખેજ)નો સમાવેશ થાય છે. આ બન્ને ઈસમો ની અંગઝડતી કરતા નશાકારક સીરપની બોટલ નંગ-34 કિં.રૂ. 6120 તથા મોબાઈલ ફોન નંગ 2 કિં. રૂ. એક હજાર મળી કુલ રૂ. 7120નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આ બંને ઈસમોનીપૂછપરછ કરતા તેમને અમદાવાદ ખાડિયામાં રહેતાં ફેસલખાન અબ્બાસખાન પઠાણ પાસેથી સીરપા લાવ્યાની કબૂલાત કરતા આ ત્રણેય ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરી વધુ તપાસ પીએસઆઈ એન.એલ.દેસાઈ એ હાથ ધરી છે. ધોળકા પોલીસે મુજમમિલ ઉર્ફે ઘૂંઘરું સત્તારભાઈ મનસુરી અને કય્યુમ રહેમાન શેખની અટકાયત કરી છે. જ્યારે ફેસલખાન અબ્બાસખાન પઠાણને વોન્ટેડ જાહેર કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...