કાર્યવાહી:ધોળકાના અરણેજમાંથી કફ સીરપના જથ્થા સાથે 2 ઝડપાયા

ધોળકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 24500ની 175 બોટલ ઝડપી વધુ કાર્યવાહી કરી

અમદાવાદ ગ્રામ્ય એસઓજી શાખાના એ.એસ.આઈ. પ્રદીપસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહને બાતમી મળી હતી કે, વિપુલભાઈ વિક્રમભાઈ બારૈયા તથા લાલજીભાઈ કાનજીભાઈ બારૈયા (બન્ને રહે. કોઠ, તા. ધોળકા) ઇકો ગાડીમાં નશાકારક સીરપની બોટલોનો જથ્થો વેચાણ કરવા માટે અરણેજ ચોકડી બ્રિજ નીચેથી કોઠ - ગણપતિપુરા તરફ સવારના 9થી 10 વાગ્યા દરમિયાન જનાર છે. આ બાતમી આધારે વોચ ગોઠવી ઇકો ગાડી રોકી તપાસ કરતા મીણીયાનો કોથળો પડેલ હતો. તેને ખોલી તપાસ કરતા નશાકારક કફ સીરપની બોટલ નંગ - 175 કિંમત રૂ. 24500 ગેરકાયદે પાસ પરમીટ વિનાની મળી આવેલ હતી.

અંગ જડતીમાં 2 મોબાઈલ કિંમત રૂ. 2000 તથા ફોર વ્હીલ ગાડી કિમત રૂ. 2,50,000 મળી કુલ રૂ. 2,76,500 નો મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8 (સી), 21 ( સી ) , 29 મુજબ કોઠ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ એન.એચ.સવસેટા, પીએસઆઈ એમ.ડી.જયસ્વાલ, એ. એસ.આઈ. પ્રદીપસિંહ, ભરતસિંહ, વિજયસિંહ, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ, મહેશભાઈ, અજીતદાન, મહાવીરસિંહ, સહદેવસિંહ, વિજયભાઈ, વિષ્ણુભાઈ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...