તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ધોળકામાં નિવૃત્ત શિક્ષિકાના બંધ મકાનમાંથી 1.79 લાખની મતા ચોરાઇ

ધોળકા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મકાનની ચોરીમાં જાણભેદુ સંડોવાયેલો હોવાની આશંકા
 • શિક્ષિકા બીમાર હોવાથી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા, દીકરી પણ માતા સાથે હોવાથી મકાન બંધ હતું

ધોળકામાં આવેલા બેકાટેકરી વિસ્તારમાં રહેતા નિવૃત શિક્ષિકાના બંધ મકાનને જાણભેદુ તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની મળી કુલ રૂ.1.79 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ જતા ધોળકામાં ચકચાર મચી ગઇ છે. આ તસ્કરોને તાત્કાલિક પોલીસ પકડી પાડે તેવી લોકમાંગ ઉઠી છે. આ બનાવ અંગે મહિલાની દીકરીએ ધોળકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આખી ઘટનાની વિગત એવી છે કે ધોળકામાં આવેલા બેકાટેકરી વિસ્તારમાં રહેતા નિવૃત શિક્ષિકા અંજુમનબાનુ પટની વ્હોરા બીમાર હોવાથી તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.તેમના પતિનું થોડા દિવસો અગાઉ કોરોનાથી મોત થયું હતું. તેમની પુત્રી આસિયા તેની માતાની સાથે હોસ્પિટલમાં હતી.

આથી તેમનું મકાન બંધ હાલતમાં હતું. જેથી કોઈ જાણભેદુ તસ્કરોએ આ મોકાનો લાભ લઈને આ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ આ મકાનમાં ઘૂસીને રૂ.1,79,678ની કિંમતના સોના અને ચાંદીના દાગીના ઉપરાંત રોકડ રકમ ચોરી બિન્દાસ્ત ફરાર થઈ ગયા હતા.આ ચોરીના બનાવ અંગે આસિયા મહંમદહનીફ પટની વ્હોરાએ ધોળકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા ધોળકા પોલીસે ચોરીનો ગુનો નોંધી ટાઉન પીઆઇ એલ.બી.તડવી એ તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.બંધ મકાનમાંથી આટલી મોટી મતાની ચોરી થતાં પંથકમાં ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો