તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ધોળકા પાલિકાની 36 બેઠક માટે 110 ફોર્મ ભરાયા

ધોળકા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ-કોંગ્રેસમાં અસંતુષ્ટોના મનામણા શરૂ

ધોળકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણી સંદર્ભે હાલ જોરદાર રાજકીય વાતાવરણ જોવા મળી રહ્યું છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસએ પૂરજોશમાં ચૂંટણીની તૈયારી ચાલુ કરી દીધી છે.

ભાજપ-કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષો છેલ્લા દિવસે ચૂંટણી મેદાનમાં ઝંપલાવવા માટે ફોર્મ ભર્યા હતાં. આમ 9 વોર્ડની 36 સીટો માટે શનિવાર સુધીમાં 110 ફોર્મ ભરાયાં છે. ધોળકાના પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીએ આર.એમ.જાલંધરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સ્ટાફ ચૂંટણી યોજવા કામે લાગી ગયું છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસનાં અસંતુષ્ટોને મનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ થઈ ગયું છે.

બીજી તરફ બંને પક્ષોના કાર્યાલયો પર કાર્યકરોની ભીડ જોવા મળી રહી છે.ચૂંટણી પ્રચાર પણ પૂરજોશથી ચાલી રહ્યો છે. ત્યારે 16મીએ મંગળવારે કેટલાં લોકો ફોર્મ પાછા ખેંચે છે તેના પરથી ચિત્ર સ્પષ્ટ થશે. આમ ગામડાંમાં તેમજ વિવિધ વિસ્તારોમાં મતદારોને રિઝાવવા માટે ઉમેદવારો તનતોડ મેહનત કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો