કાર્યવાહી:વાડાની આકારણીકરવા 20 હજારની લાંચ લેતાં તલાટી પકડાયો, તલાટીએ 25 હજારની માંગણી કરાઇ હતી

ધોલેરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોલેરા તાલુકા પંચાયત કચેરીમાંજ લાંચ લેતાં પકડાયો

ધોલેરાનો તલાટી 17000ની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં પકડાયો.વાડાની આકારણી કરવાની હોઇ,૨૫,૦૦૦ ની લાંચની માંગણી કરેલ. પણ એક જાગૂત નાગરીક દ્રારા એસીબીને જાણ કરાઇ હતી. આ કામના ફરીયાદીનાં વાડાની આકારણી કરવાની હોઇ, રૂ.૨૫,૦૦૦ ની લાંચની માંગણી કરેલ.જેથી ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરેલ અને એસીબીએ ફરિયાદીની ફરિયાદ આધારે આજરોજ લાંચનું છટકું ગોઠવતા રૂ.૧૭,૦૦૦/- ની લેતા આરોપી રંગે હાથ પકડાઈ ગયેલ છે. એસીબી પોલીસે ઉપરોકત આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી મેહુલ વિષ્ણુભારતી ગૌસ્વામી તલાટી કમ મંત્રી આંબળી (વર્ગ-૩ )તા.ઘોલેરા , જી.અમદાવાદ એ રૂ.૨૫,૦૦૦ ની લાંચની માંગણી કરેલ અને રકઝક નાં અંતે ૨૦,૦૦૦ આપવાનું નક્કી થયેલ હતું અને તે પૈકી રૂ.૩૦૦૦/- ફરીયાદીએ જે તે દિવસે જ આપી દીઘેલ હતા અને બાકી નાં રૂ.૧૭,૦૦૦/- આકારણી લેવા જાય ત્યારે આપવા નાં નક્કી થયેલ હતું .

પરંતુ ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય, જેથી ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરેલ અને એસીબીએ ફરિયાદીની ફરિયાદ આધારે 04-05-2022ના રોજ લાંચનું છટકું ગોઠવતા આરોપી પંચ-૧ ની હાજરી માં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ તેઓની ગાડીનાં ખાના માં મુકી દેવા કહેતા ફરીયાદી લાંચનાં નાણાં રૂ.૧૭,૦૦૦/- આરોપીની ગાડીમાં મુકી દેતાં આરોપી રંગે હાથ લાંચ સ્વીકારી પકડાઈ ગયેલ છે. એસીબી પોલીસે ઉપરોકત આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...