પ્રજા રાહમાં:ધંધુકામાં બનાવવામાં આવેલો પાણીનો ફિલ્ટર પ્લાન્ટ ક્યારે શરૂ થાય તેવી જોવાતી રાહ

ધંધુકા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધંધુકા શહેરની પ્રજાને ધંધુકાની બાજુમાં આવેલા જાળીયા ગામે બનાવવામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટમાંથી પાણી પુરવઠા ખાતા દ્વારા પાણી મળે છે નર્મદા કેનાલમાંથી પાણી જાળિયા ખાતે આવેલા પાણી ફિલ્ટર પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે અને ત્યાંથી ફિલ્ટર કરીને ધંધુકા શહેરની પ્રજાને પાણી પૂરું પાડવામાં આવે છે.

10 વર્ષ પહેલા ધંધુકાની આર્ય વિજય સોસાયટી પાછળના ભાગમાં ધંધુકા શહેરની પ્રજાને ફિલ્ટર પાણીનો વધુ જથ્થો મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો પણ હજુ સુધી આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ થયો નથી આ ફિલ્ટર પ્લાન્ટ માં પાણીનું નવું જોડાણ આપી તેમજ ફિલ્ટર પ્લાન્ટ માં જરૂરી મશીનરી મૂકી ચાલુ કરવામાં આવે તો ધંધુકાને આ નવા ફિલ્ટર પ્લાન્ટ ના પાણીનો પણ લાભ મળી શકે ધંધુકા નગરપાલિકા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીને આ વોટરફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવા માટે જરૂરી પગલા લેવાય એવી જનતાની લાગણી સાંભળવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...