તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ધંધુકાના હડાળાના ખેતરમાંથી કોહવાઇ ગયેલા 2 મૃતદેહ મળ્યા

ધંધુકા, બોટાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બનાવ સ્થળેથી થોડે દૂર નંબર વિનાનું બાઇક મળ્યું
 • બંને મૃતદેહોના ખીસ્સામાંથી મળી આવેલા આધારકાર્ડ પરથી બંનેની ઓળખ થઇ,વાયર ચોરી સમયે ઘટના બની હોવાની શક્યતા : પોલીસ

ધંધુકા તાલુકાના હડાળા ગામના ખેતરમાંથી જીઇબીની હેવી પાવર લાઇન પસાર થાય છે. ત્યાં સતીમાંના મંદિર પાસે આવેલા એક ખેતરમાંથી હેવી વીજ લાઇનના થાંભલા નજીક 2 પુરુષોની લાશ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવવાની જાણ ગામના સરપંચ રજનીભાઈ રણછોડભાઈને થતા તેમણે ધંધુકા પોલીસને ટેલિફોનથી જાણ કરતા ધંધુકા પોલીસ બનાવવાળા સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

ધંધૂકા પોલીસે કોહવાઇ ગયેલી લાશોની તલાશી લેતા ખીસ્સામાંથી પાકીટ મળી આવ્યું હતું. જેમાંથી આધારકાર્ડ પરથી મુકેશભાઈ નારુભાઈ મકવાણા (રહે. પચેગામ તાલુકો તારાપુર) હોવાનું ખુલ્યું હતું. જ્યારે પોલીસે બીજા મૃતદેહની તલાસી લેતા તેની પાસેથી મળેલા પાકીટમાંથી ખોડાભાઈ સામતભાઈ મકવાણા (રહે.વટામણ તાલુકો ધોળકા)ના નામનું આધાર કાર્ડ મળી આવ્યું હતું. પોલીસે બંને આધારકાર્ડને ધ્યાનમાં રાખીને મૃતકોના સગા વ્હાલાઓને સંપર્ક કર્યો હતો. બંને મૃતદેહોની ઓળખ વિધિ થઇ હતી.

બનાવના સ્થળથી થોડે દુર નંબર વગરનું એક બાઇક પણ પોલીસને મળી આવ્યું હતું. તપાસ કરનારા રણજીતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ઘટના સ્થળેથી અમને હાઇમાસ્ટ ટાવર ઉપરથી વાયર કાપી નીચે નાખેલા મળી આવ્યા હતા. જેથી બંનેને ટાવર ઉપર વાયરની ચોરી કરતા શોર્ટ લાગવાથી મોત થયાનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો