તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ધંધુકાના અણિયાળી ભીમજી ગામના ખેતરમાંથી દારૂ ઝબ્બે, પોલીસે 380 બોટલ કબજે લીધી

ધંધુકા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ધંધુકા તાલુકાના અણિયાળી ભીમજી ગામના ખેતરમાં પોલીસે દરોડા પાડી જમીનમાં દાટેલી વિદેશી દારૂની 380 બોટલ કબજે લઇ ફરાર આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી હતી. થર્ટી ફસ્ટ નજીક આવી રહી છે જેને લઇ બુટલેગરો દારૂનો સ્ટોક કરી રહ્યા છે. જેના પગલે પોલીસ પણ દોડતી થઇ છે. ધંધુકા પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ધંધુકા પોલીસને મળેલ બાતમીના આધારે ધંધૂકા પોલીસે ધંધુકા તાલુકાના અણીયાળી ભીમજી ગામના એક ખેતરમાં રેડ કરી જમીનમાં દાટેલો 380 બોટલ ઇંગ્લિશ દારૂ પકડી પાડ્યો હતો

આ કામના આરોપીએ અણીયાળી ભીમજી ગામના એક શખ્સનું ખેતર ખેડવા ભાગીદાર તરીકે રાખેલ હતું ખેતરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું આ ખેતરમાં કપાસ ની આડ માં જમીનમાં એક ખાડો કરી એક કોથળીમાં 380 ઈંગ્લીશ દારૂની બોટલ ભરી ખાડામાં દાટી દેવામાં આવી હતી જેની કિંમત રૂપિયા 1 14000 થાય છે જે પોલીસે પકડી પાડેલ છે આરોપી ભરત સાગરભાઇ પગી ઝડપાયો નથી આરોપી વિરુદ્ધ પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ છે તપાસ ધંધુકા પી એસ આઈ પી એન ગોહિલ ચલાવી રહ્યા છે. કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો