તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભંડોળ ફાળવાયુ:ધંધુકા તાલુકા પંચાયતના ભંડોળમાંથી કોરોનાના દર્દીઓની સુવિધાઓ માટે 21 લાખ રૂપિયા ફાળવાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ રકમમાંથી કોરોનાના દર્દીઓ માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવશે

હવે શહેરોની સાથે ગામડામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગામડાઓમાં હાલમા કોવિડ કેર સેન્ટરો શરુ કરવાની કવાયત કરવામાં આવી છે. સરકારે તમામ સહકારી સંસ્થાઓને ધર્માદા ફંડ વાપરવાની મંજુરી આપી છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં કોરોનાના દર્દીઓ માટે ઉત્તમ પગલું ભરવામા આવ્યું છે. ધંધુકા તાલુકા પંચાયતના સ્વ ભંડોળમાંથી 21 લાખ રૂપિયા રોગી કલ્યાણ સમિતિ સામુહિક આરોગ્ય કેન્દ્ર ધંધુકાને ફાળવવામાં આવ્યાં છે.

ધંધુકા આરોગ્ય કેન્દ્રને ચેક અર્પણ કરાયો
આ રકમમાંથી 20 બેડ સેન્ટ્રલ ઓક્સિજન લાઈન, 300 લિટરની બે ઓક્સિજન ટેન્ક, 20 ICU બેડ સેમી ફલાવર અને કોવિડ પેશન્ટ માટે જરૂરી સાધનો અને દવાઓની સુવિધા પુરી પાડવામાં આવશે. આ 21 લાખ રૂપિયાનો ચેક ધંધુકા તાલુકા કોંગ્રેસના વડિલ આગેવાન સહિતના હોદ્દેદારોની હાજરીમાં ધંધુકા સામુહિક આરોગ્ય કેન્દ્રને આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...