તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ધંધુકામાં ઘરડાઘર પાસેની સોસાયટીના વરસાદી પાણીનો નિકાલ તાકીદે થવો જરૂરી

ધંધુકા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધંધુકા ખાતે ભાવનગર હાઇવે નજીક સ્વસ્તિક સોસાયટી જૈન નગર ક્રિષ્ના રેસીડેન્સી, મીરા પાર્ક શિવાલિક સોસાયટી, માધવ રેસીડેન્સી, સ્વામિનારાયણ નગર, સુંદરવન સોસાયટીમાં જવા માટે સીસી રોડ બનાવવામાં આવ્યો છે. પણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી. પહેલા દક્ષિણ દિશામાં પીન જારીયા તરફ થતો હતો. પણ હવે આ બધાની પાણીના નિકાલનો માર્ગ જુદા જુદા કારણોસર બંધ થઈ ગયો છે અને સોસાયટી વિસ્તારમાં લાંબા સમય સુધી વરસાદી પાણી ભરાઇ રહે છે. સ્વસ્તિક સોસાયટીના આગળના ભાગમાં તેમજ ઘરડાઘર જવાના માર્ગમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ઉપરોક્ત તમામ સોસાયટીના રહીશોને જવા આવવામાં ભારે તકલીફ પડી રહી છે. નાળા મૂકી દક્ષિણ દિશા તરફ આ વિસ્તારનું પાણી અગાઉ જ્યાં સુધી જતું હતું તે તરફ વાળવામાં આવે તો વરસાદી પાણીના નિકાલનો કાયમી ધોરણે ઉકેલ લાવવા લોકો માગ કરી રહ્યા છે. તસવીર હર્ષદ દવે

અન્ય સમાચારો પણ છે...