રજૂઆત:ધંધુકામાં રેલવે લાઇન નીચે નાળામાંથી માર્ગ આપવા માંગ

ધંધુકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધંધુકાના પૂર્વ ધારાસભ્ય દ્વારા સાંસદ મહેન્દ્ર મુંજપરાને લેખિત રજૂઆત કરવામાં આવી

બોટાદ-અમદાવાદ રેલવે લાઇન જ ે બ્રોડ ગેજ માં પરિવર્તન પામી છે અને હવે હાલ તેનું કામ પૂર્ણ થયેલ છે. હાલ આ રેલવે લાઈન ઉપર માલગાડી ચાલે છે. આ રેલવે લાઈન ઉપર ફાટક નંબર એલ સી 115 નજીક વરસાદી પાણીનું નિકાલનું મોટું નાળુ બનાવવામાં આવ્યું છે. જે નીચેથી નાના વાહનો તથા રાહદારીઓ પસાર થઈ શકે તેમ છે. ધંધુકા શહેરનો વોર્ડ નંબર એક આશરે 6000ની વસતી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં આઈ.ટી.આઈ સ્કૂલ તેમજ પ્રાથમિક શાળા અને નાના ઔદ્યોગિક એકમો આવેલા છે.

રેલવે ફાટક બંધ થાય ત્યારે જનતાને અવર-જવર માટે મુશ્કેલી પડતી હોય છે જો આ રેલવે લાઇન નીચે બનેલા વરસાદી પાણીના નિકાલના નાળા નીચે રોડ બનાવી લોકોની અવર-જવર માટે મંજૂરી આપવામાં આવે તો આ વિસ્તારની જનતાને રેલવે ફાટક બંધના સમયે અવર-જવર માટે ઘણી મોટી રાહત રહે તેમ છે આ બાબતની લેખિત રજૂઆત ધંધુકાના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર દ્વારા આ વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને કરવામાં આવી છે. તેમજ આ વિસ્તારના નગરસેવક મંજુલાબેન ભૂભાણી એ પણ લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...