દુર્ઘટના:ધંધુકાના જાળિયા ગામના કિશોરનું કેનાલમાં ડૂબતાં મોત

ધંધુકા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેક્ટર પરથી કેનાલમાં ફંગોળાયો હતો

ધંધુકા તાલુકાના જાળીયા ગામ નો 11 વર્ષનો બાળક શૈલેષ કોલાદરા વાવાઝોડાના કારણે ટ્રેક્ટર ઉપરથી બાજુમાં આવેલા નર્મદા કેનાલમાં ફંગોળાઇ જતાં તે નર્મદા કેનાલમાં પડી ગયો હતો અને ડૂબી જવા પામ્યો હતો આ બાળકને શોધી કાઢવા માટે સ્થાનિક તરવૈયા તેમજ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી આશરે 26 કલાકની શોધખોળ બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ધંધુકા મામલતદાર તેમજ જાળીયા ગામના રહીશો સ્થળ ઉપરપહોંચી ગયા હતા શૈલેષ કોલાદરા ના અવસાનથી તેના કુટુંબીજનો માં તેમજ જાળિયા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે અત્રે ઉલ્લેખનીય છે કે શૈલેષ કોલાદરા તેના પિતા સાથે ટ્રેક્ટર માં તલ ભરીને સમી સાંજે નીકળ્યા હતા દરમિયાન વાવાઝોડાના પ્રચંડ પવન ની ઝપટમાં ટેકટર ઉપર બેઠેલો શૈલેષ આવી જતા બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ફંગોળાઇ ગયો હતો તેમ જાણવા મળ્યું હતું. કિશોરનું મોત થતાં પંથકમાં શોકની કાલીમાં છવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...