ઉગ્ર આંદોલનની ચીમકી:દેત્રોજની 150 વર્ષ જૂની કન્યાશાળાને કુમાર શાળામાં મર્જ કરાતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો

દેત્રોજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દેત્રોજની શાળાની તસવીર. - Divya Bhaskar
દેત્રોજની શાળાની તસવીર.
  • શાળા મર્જ કરવાના નિર્ણય અંગે સરકાર પુનઃ વિચાર કરે
  • શાળા પુનઃ શરૂ નહીં કરાય તો રસ્તા રોકો, શાળાને તાળાબંધી જેવા ઉગ્ર આંદોલનની ગ્રામજનોની ચીમકી

દેત્રોજમાં 150 વર્ષ જૂની કન્યા શાળાને કુમાર શાળામાં રાજ્ય સરકાર દ્વારા મર્જ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયને ગ્રામજનોએ વખોડી મર્જ કરવાના નિર્ણયને સરકાર પુનઃ વિચાર કરી પુનઃશાળાઓ શરૂ કરવા માંગ કરી રહ્યા છે. સરકાર આ અંગે કોઈ નિર્ણય નહી લેતો ગ્રામજનોને ઉગ્ર આંદોલન જેવા કે રસ્તા રોકો આંદોલન શાળા તાળાબંધી, અને વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.

નાણાકીય આર્થિક બોઝના કારણે રાજ્ય સરકાર દ્વારા શાળાઓ મર્જ કરવામાં આવી છે. દેત્રોજ તાલુકા મથકે 150 વર્ષથી ચાલતી કન્યા શાળાને કુમાર શાળામાં રાજ્ય સરકાર દ્વારા મર્જુ કરવામાં આવી છે. ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા કન્યા શાળાના વિદ્યાર્થીઓ ને કુમાર શાળા વિદ્યાર્થીઓને એક જ શાળામાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

કન્યા શાળાના ચાર શિક્ષકોને છુટા કરી દેવાયા છે. હાલ કુમાર શાળામાં ધોરણ એકથી આઠમાં કુલ 525 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં કન્યાની સંખ્યા 249 અને કુમાર 276 સંખ્યામાં છે. એક જ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. દેત્રોજ ગ્રામજનો, વાલીઓ, સરપંચ, સહિત સંસ્થાઓ શાળા પુનઃ શરૂ કરવાની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત પત્ર દ્વારા કરવામાં આવી છે. વધુમાં ગ્રામજનોની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...