2 શખસ ઝડપાયા:વિઠલાપુર દેત્રોજ માર્ગ પર આવેલી નાગટા કંપની પાસે કાર પલટી ખાઈ જતાં તપાસમાં માંસ હોવાનું બહાર આવ્યું

દેત્રોજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે 2 શખસને ઝડપ્યા હતા. - Divya Bhaskar
પોલીસે 2 શખસને ઝડપ્યા હતા.
  • પોલીસે માસ ભરેલી કાર સાથે 2 શખસને ઝડપી પાડ્યા

વિઠલાપુર દેત્રોજ માર્ગ પર આવેલી નાગટા કંપની પાસે સેન્ટ્રો કાર પલટી ખાઈ જતા, દેત્રોજ પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં કારમાંથી છ કટ્ટા માસ મળી આવ્યું હતું. બે આરોપી અને કારનો કબજો લઇ માસ ની તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યું હતું.

એફ.એસ.એલ.ના રિપોર્ટ મુજબ માસ રોઝનું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે વધુ તપાસ માટે બંને આરોપીઓ સહિતનો મુદ્દામાલ વનવિભાગને સોંપી દીધો હતો. માસ અંગેની વધુ તપાસ દેત્રોજ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગત મુજબ વિઠલાપુર દીકરો જ માર્ગ પર ની નાગટા કંપની પાસે વિઠલાપુર તરફથી આવી રહેલી સેન્ટ્રો કાર પલટી ખાઈ ગઈ હતી.

Santro કાર પલટી ના બનાવની જાણ થતાં દેત્રોજ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વધુ તપાસ કરતાં કારમાંથી છ કટ્ટા માસ મળી આવ્યું હતું. બે આરોપીઓ સાથે માસ અને કાર સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. માસ અંગેની વધુ જાણકારી માટેમાસને એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યું હતું.

એફએસએલ રિપોર્ટ મુજબ કારમાંથી મળી આવેલું છ કટ્ટા માસ રોઝનું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જે અંગેની જાણ દેત્રોજ પોલીસ દ્વારા દેત્રોજ વનવિભાગને કરવામાં આવી હતી. વનવિભાગના અધિકારીઓ દેત્રોજ પોલીસ સ્ટેશન પહોંચી આરોપીનો કબજો લીધો હતો. શંખેશ્વર પાસેના પંચાસર ગામની સીમ માથી કાર દ્વારા માસ અમદાવાદ લઈ જવાનો હતો. વનવિભાગ દ્વારા આરોપીઓ મહંમદ ઉર્વેશ,વસીમકુરેશી બંને રહે અમદાવાદ ની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...