નવીનીકરણ:દેત્રોજ તાલુકાનાં ગામોના માર્ગોની કાયાપલટ થશે

દેત્રોજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 316 લાખના ખર્ચે નવીનીકરણ થશે

વિરમગામ ધારાસભ્ય સહિતની માંગણીને ધ્યાનમાં લઇ માર્ગ -મકાન વિભાગના મંત્રી દ્વારા વિરમગામ દેત્રોજ તાલુકાના અંતરિયાળ ગામોના માર્ગો મંજુર કરવામાં આવ્યા છે. વિરમગામ અને દેત્રોજ તાલુકાના તાલુકાના શિવપુરા - દેવપુરા 1.80 કિલોમીટર લંબાઇ વાળા માર્ગ નવીનીકરણ રૂ. 97 લાખ, અને શિવપુરા થીદેત્રોજ તાલુકાના પનાર ગામ સુધી બે કિલોમીટરના માર્ગના નવીનીકરણ રૂ.111 લાખ, અને શિવપુરા થી કડી તાલુકાના કોરડા ગામ સુધીનો બે કિલોમીટર માર્ગના નવિનીકરણ માટે રૂ. 108 લાખના ખર્ચે નવીનીકરણ થશે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત માર્ગોના કામોની કામગીરી માટે જોબ નંબર સહિતની કામગીરી માટે સંબંધિત કાર્યપાલક ઇજનેરને માર્ગ અને મકાન મંત્રી ની કચેરી દ્વારા સુચના આપવામાં આવી છે. વિસ્તારના લોકો અને વાહનચાલકો ચાલકોને ખખડધજ માર્ગથી છુટકારો મળશે.

અન્ય સમાચારો પણ છે...