તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Detroj
 • In Chunwal Choryasi Rajput Society, The Custom Of Giving Challa Given By The Daughter Party In Marriage Was Stopped, The Rajput Society Decided To Pay Homage To The Kurivajos.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાંલ્લાનો રિવાજ બંધ:ચુંવાળ ચોર્યાસી રાજપૂત સમાજમાં લગ્નમાં દીકરી પક્ષ દ્વારા અપાતા ચાંલ્લાનો રિવાજ બંધ કરાયો, રાજપૂત સમાજનો કુરિવાજોને તિલાંજલિ આપવાનો નિર્ધાર

દેત્રોજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સમાજના બંધારણનું ગામેગામ સ્વયંભૂ પાલન થઇ રહ્યું છે. - Divya Bhaskar
સમાજના બંધારણનું ગામેગામ સ્વયંભૂ પાલન થઇ રહ્યું છે.

કડી ચુંવાળ ચોર્યાસી રાજપૂત સમાજમાં ચાલતા કુરિવાજોને નાબૂદ કરવા સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા નિર્ધાર કરાયો છે. લગ્ન પ્રસંગે કન્યા પક્ષ તરફથી વર પક્ષને ચાંલ્લા પેટે રોકડ રકમ આપવાનો પરંપરાગત રિવાજ બંધ કરવા બંધારણ ઘડાયું છે. જેનું પાલન સમાજના તમામ ગામો થઈ રહ્યું છે. ​​​​​​​ચુંવાળ ચોર્યાસી રાજપૂત સમાજના પ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલા (મગુના)ના જણાવ્યા મુજબ, કુરિવાજો દૂર કરી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે સમાજનો વિકાસ થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. તાજેતરમાં દેત્રોજના ભોંયણીના સોલંકી પંજુભા પ્રતાપસિંહના પુત્ર સંજયસિંહ સોલંકીના લગ્ન બહુચરાજીના કરણસાગરના ઝાલા વિરસિંહ જશવંત સિંહની પુત્રી રાજેશ્વરીબા સાથે હતા. દીકરીના પિતા વિરસિંહ ઝાલા તરફથી લગ્ન પેટે રૂ.11 હજાર આપ્યા હતા.પરંતુ ચુંવાળ 84 રાજપૂત સમાજના બંધારણનું સન્માન કરી કુરિવાજ નાબૂદીને પ્રોત્સાહન મળે તે માટે વરરાજાના પિતા પંજુભા સોલંકીએ લગ્નની આ રકમ પરત આપી બંધારણનું પાલન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો