રજૂઆત:બાન્ટાઈથી વિરસોડા સુધીના રોડ પર ગાબડાંથી અકસ્માતની ભીતિ

દેત્રોજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડનું પેવર કામ કરવા તાલુકા પંચાયત સદસ્ય અને ઉપપ્રમુખે રજૂઆત કરી

દેત્રોજ તાલુકાના બાન્ટાઈ ગામથી જોટાણા તાલુકાના વિરસોડા સુધીનો રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોઈ ડામર પેવર કામ કરવા માંગ ઊઠી છે.બાન્ટાઈ ગામથી વિરસોડા જવાના રસ્તામાં ઠેર ઠેર મોટા ખાડા પડ્યા છે. રાહદારીઓને વાહનો હંકારવા મુશ્કેલ બન્યા છે. આ રસ્તેથી ઘણી એસ.ટી બસો પણ પસાર થાય છે અને વારંવાર વાહનોની ટ્યુબ ફાટવાના તથા પંકચર પડવા સહિત અકસ્માતના બનાવો છાશવારે બનતા રહે છે. રૂદાતલના તાલુકા પંચાયત સદસ્ય નાથુભા ઝાલા તથા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ પ્રજાપતિએ રસ્તાનું પુનઃ ડામર પેવર કામ કરવા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...