ધારકોની ફરિયાદ બાદ કાર્યવાહી:ચુંવાળ ડાંગરવા ગામે સસ્તા અનાજની દુકાનને સીલ કરાઇ

દેત્રોજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સસ્તા અનાજની દુકાનનો સંચાલક દુકાન ન ખોલતો હોવા સહિતની કાર્ડ ધારકોની ફરિયાદ બાદ પગલુ

દેત્રોજ તાલુકાના છેવાડે આવેલા ચૂવાળ ડાંગરવા ગામે પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર તળે ચાલતી વ્યાજબી ભાવની દુકાનના સંચાલકવવી.આર. ઠાકોર વિરુદ્ધ કાર્ડ ધારકોની ફરિયાદ દેત્રોજ મામલતદાર સમક્ષ ઉઠવા પામી હતી. વ્યાજબી ભાવની દુકાનના સંચાલક દ્વારા એપ્રિલ માસ નું અનાજ સહિતનો જથ્થો કાર્ડ ધારકોને આપવામાં આવ્યો નથી.

દુકાન અનિયમિત ખોલતો હોવા સહિતની કાર્ડ ધારકોની ફરિયાદને આધારે દેત્રોજ મામલતદાર પુરવઠા મામલતદાર દ્વારા દુકાનના સંચાલકનો મોબાઇલ ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ દુકાનના સંચાલક રૂબરૂ કે મોબાઇલ ફોન રિસિવ કરતો ન હતો.

આખરે દેત્રોજ મામલતદાર હર્ષાબેન રાવલ, ભીખાભાઇ પટેલ નાયબ મામલતદાર મહેસુલ સહિતની ટીમ ચુંવાળ ડાંગરવા ગામે પહોંચી હતી. સરપંચ સહિતની ઉપસ્થિતિમાં વ્યાજબી ભાવની દુકાનના સંચાલકનો કોઈ સંપર્ક ન થતાં આખરે જથ્થા નો કબજો મેળવી દુકાને સીલ માર્યું હતું. વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...