તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMC:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈલેક્શન

અમદાવાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં માત્ર 42.53 ટકા લોકોએ મત આપ્યા હતા. આમ છેલ્લા 15 વર્ષમાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. ઓછા મતદાને ભાજપ-કોંગ્રેસ બંનેની ચિંતા વધારી છે. આ પહેલાં 2005માં સૌથી ઓછું 30.39 ટકા મતદાન નોંધાયું હતું. 2010માં 44.12 ટકા અને 2015માં 46.51 ટકા મતદાન થયું હતું.

પશ્ચિમઃ 2015માં ભાજપને 66 તો કોંગ્રેસને પાસે 6 બેઠક મળી અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં 18 વોર્ડમાં 72 બેઠકો છે. 2015 ચૂંટણીમાં ભાજપે અહીં સપાટો બોલાવી 66 બેઠકો કબજે કરી હતી તો સામે કોંગ્રેસને માત્ર 6 બેઠકો મળી હતી. જે પૈકી માત્ર મક્તમપુરા વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી શકી હતી જ્યારે ચાંદખેડા અને સરખેજ વોર્ડમાં એક-એક બેઠક મળી હતી. જ્યારે ભાજપની 15 વોર્ડમાં પેનલ જીતી હતી. જ્યારે ચાંદખેડા અને સરખેજ વોર્ડમાં ત્રણ-ત્રણ કોર્પોરેટર જીત્યા હતા.

કોટ વિસ્તારઃ કોંગ્રેસને 9 તો ભાજપને 7 બેઠક મળી હતી શહેરના કોટ વિસ્તારમાં ચાર વોર્ડ છે. અહીં 2015ની ચૂંટણીમાં કોંગ્રેસે આઠ બેઠકો જીતી હતી, જ્યારે એક અપક્ષ કોર્પોરેટર જીત્યા હતા જે કોંગ્રેસમાં ભળ્યા હતા. જેથી કોંગ્રેસની પાસે કુલ 9 બેઠકો છે જ્યારે ભાજપ પાસે 7 બેઠકો છે. કોંગ્રેસ દરિયાપુરની એક પેનલ જીતી હતી. જ્યારે ભાજપે ખાડિયાની એક પેનલ જીતી હતી.બાકી બે વોર્ડમાં પેનલો તૂટી હતી.

પૂર્વ વિસ્તારઃ ભાજપે 69 અને કોંગ્રેસે 35 બેઠકો જીતી હતી શહેરના પૂર્વ વિસ્તારમાં 26 વોર્ડ છે અને કુલ 104 બેઠકો છે. પૂર્વ વિસ્તાર એ સૌથી વધુ બેઠકો ધરાવતો વિસ્તાર છે. 2015ની ચૂંટણીમાં ભાજપે અહીં 69 બેઠકો ઉપર કબજો કર્યો હતો જ્યારે કોંગ્રેસે 35 બેઠકો જીતી હતી. 2010ની ચૂંટણી પછી કોંગ્રેસે અહીં નોંધપાત્ર બેઠક વધારી હતી. ખાસ કરીને ઇન્ડિયા કોલોની વોર્ડ અને વિરાટનગર વોર્ડમાં તેમણે સારુ પ્રદર્શન કર્યું હતું, જે એક વખતે ભાજપના ગઢ ગણાતાં કેટલાંક વોર્ડમાં ગાબડું પડ્યું હતુ જો કે, તે વખતે પાટીદાર ફેક્ટરે પણ ભાગ ભજવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો