દુર્ઘટના:પાલડી કાંકજ પાસે ડમ્પર ફરી વળતા મહિલાનું મોત

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવા સ્લીપ થતા દુર્ઘટના : પુત્ર અને માતા ધોળકા નવચંડી માંથી પરત ફરતા હતા

પાલડી કાંકજ સર્કલ પાસે એક્ટિવા સ્લીપ થઈ જતા રોડપર પટકાયેલ મહિલા પર પાછળથી આવતું ડમ્પર ફરી વળતા મૃત્યુ થયું છે.અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા 53 વર્ષીય મહિલા હર્ષાબેન ગાંધી તેમજ તેઓનો દીકરો એક્ટિવા લઈ ધોળકા ખાતે નવચંડી યજ્ઞમાં ગયા હતા. દરમિયાન નવચંડી યજ્ઞવિધિમા હાજરી આપી રાત્રે નવ વાગ્યાની આસપાસ પરત ફરતા હતા તે દરમિયાન પાલડી કાંકજ ગામ કમોડ સર્કલ બાલાજી પેટ્રોલ પમ્પ પાસે એક્ટિવા સ્લીપ થઈ જતા પાછળ આવતું ડમ્પર હર્ષાબેન પર ફરી વળતા પેટ ચિરાઈ ગયું હતું,પગની એડીઓ છુદાઈ ગઈ હતી આમ ગંભીર રીતે ઘાયલ થતા મણિનગર એલ.જી.હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા જયાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા

એક્ટિવા સ્લીપ થતા ડમ્પર નીચે આવી જતા મહિલાનું મૃત્યુ થતા અજાણ્યો ડમ્પર ચાલક ડમ્પર સાથે ફરાર થઈ જતા અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામા આવી છે.આ બનાવ બનતા આ વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી અને મૃતક મહિલાના પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.આ વિસ્તારમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવી ઘટનાઓ રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...