કાર્યવાહી:માણસાના મલાવ તળાવમાં ડૂબી જતાં મહિલાનું મોત

વહેલાલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરેથી કહ્યા વિના નિકળી ગયા બાદ મૃતદેહ મળ્યો

માણસા શહેર આર.બી.એલ.ડી હાઈસ્કુલ પાછળ આવેલા વિજયનગર ખાતે રહેતી એક મહિલા ગઈકાલે રાત્રે ઘરેથી કોઈને કર્યા વિના બહાર નીકળી ગઇ હતી, તેના પરિવારજનોએ રાત્રે ભારે શોધખોળ બાદ આજે નજીકમાં આવેલા મલાવ તળાવ પાસે તપાસ કરતા તળાવમાં ડૂબી હોવાનું સામે આવ્યુ હતુ. તાત્કાલીક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડે મહિલાના મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા શહેરના મકાખાડ રોડ પર આવેલ આર.બી.એલ.ડી હાઈસ્કુલ પાછળના વિજયનગર વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલા ભીખીબેન ભરતભાઈ રાવળ ગઈકાલે રાત્રે તેના પરિવારના સભ્યોને કંઈ પણ પ્રકારની જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી. જ્યારે મહિલાના ઘરના સભ્યોનેઆ બાબતની જાણ થઈ ત્યારે તેઓએ તેની શોધખોળ શરૂ કરી દીધી હતી. મોડી રાત સુધી માણસા શહેર તેમજ સગા સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

ત્યારે આજે સોમવારે સવારે માણસા સિવિલ હોસ્પિટલની સામે આવેલા મલાવ તળાવમાં કોઈ મહિલા ડૂબી ગઇ હોવાનું જોતા કોઈએ માણસા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક તળાવ કિનારે આવી પહોંચી હતી. પાણીમાં ડૂબી ગયેલ મહિલાની લાશ બહાર કાઢી ત્યારે આ મૃતક મહિલા ગુમ થયેલ ભીખીબેન હોવાનું જણાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...