કાર્યવાહી:વિસલપુરનો ઇસમ ચાઈલ્ડ પોર્નોગ્રાફી વીડિયો શેર કરતા પકડાઈ ગયો

વહેલાલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NSMEC સંસ્થાએ ટીપલાઈન આપતા ઝડપાયો, અસલાલી પોલીસે કાર્યવાહી કરી

દસક્રોઈના વિસલપુરના ઇસમે ઇન્સ્ટાગ્રામમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી વીડિયો શેર કરવા બદલ તેમજ મોબાઈલમાં સ્ટોર કરવા બદલ અસલાલી પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

NSMECએ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમને ચાઇલ્ડ પોર્નોગ્રાફી વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરતા હોવાની સાઈબર ટીપલાઇન આપી હતી.જે અમદાવાદ જિલ્લાને લગતી હોવાથી અમદાવાદ જિલ્લા સાયબર ક્રાઇમને લગતી વિસલપુરના ઇસમે ઇન્સ્ટાગ્રામમાં શેર કરેલ ચાઈલ્ડ પોર્નોગ્રાફી વીડિયોને લગતી હોવાથી અસલાલી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી અસલાલી પોલીસે જિલ્લા સાયબરે આપેલ મોબાઈલ નંબરથી ઇસમને જાણ કરી મોબાઈલ જમા કરાવી જવા જણાવતા વિસલપુરના ઇસમે કનુભાઈ બાબુલાલ મકવાણા સ્વેચ્છાએ મોબાઈલ જમા કરાવી ગયા હતા.

આ કેસ અસલાલી પોલીસે મોબાઇલને ટેક્નિકલ તપાસ અર્થે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમદાવાદને મોકલી આપતા ટેકનિકલી તપાસમાં કનુભાઈના એન્ડ્રોઇડ ફોનના ઇન્ટરનલ સ્ટોરેજમા ચાઈલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ હોવાનું અને તેમાંથીજ બિભત્સ ચાઈલ્ડ પોર્નોગ્રાફી વીડિયો સોશિયલ મીડિયામા શેર કર્યો હોવાનું ખુલતા અસલાલી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...