તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:વહેલાલની મહિલાએ ઘરે રહી કોરોનાને હરાવ્યો દોઢ માસ બાદ મ્યુકોર માયકોસીસને માત આપી

વહેલાલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાકના ભાગે ઓપરેશન કરાવ્યું, દવાની આડ અસરથી 4 દિવસ બેભાન રહ્યાં હતાં
  • બારેજાની મહિલાનું પરિવાર-સોસાયટીના સભ્યોએ ફુલહાર બાદ બર્થડે કેક કાપી સ્વાગત

છેલ્લા દોઢ માસથી કોરોના તેમજ મ્યુકોરમાયકોસીસ ફંગલ ઇન્ફેક્શનના લાખો રૂપિયાના ખર્ચે ઓપરેશન કર્યા બાદ ઘરે પરત ફરેલી બારેજાની મહિલાનું પરિવાર તેમજ સોસાયટીના સભ્યોએ ફૂલહાર તેમજ કેક કાપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બારેજા અનન્ય સોસાયટીમાં રહેતા બ્યુટીપાર્લર ચલાવતા સેજલબેન દીપકકુમાર પટેલને એપ્રિલમાં કોરોના કોરોના થતાં ઘરે જ હોમ કોરન્ટાઈન થઈ કોરોનાને હરાવ્યો હતો.

જો કે, કોરોનાની સારવાર દરમિયાન દવાઓની સાઈડ ઈફેક્ટને કારણે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યાના 3 દિવસ બાદ તેઓને દાઢ તેમજ માથાનો દુઃખાવો અનુભવાયો જેથી રિપોર્ટ કઢાવતા નાકના ભાગમાં ફંગલ ઇન્ફેક્શન જણાઈ હતી. બાદમાં અમદાવાદ નારણપુરા સ્થિત હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. તબિબો દ્વારા નાકના ભાગે ઓપરેશન કરાતા દવાની આડ અસરથી તેઓ 4 દિવસ સુધી બેભાન રહ્યા હતા.પરિવાર જનોનો જીવ તાળવે ચોંટી ગયો.

પરંતુ ડોકટરોએ ચિંતા મુક્ત રહેવા જણાવ્યું છતાં પણ સેજલબેનના પરિવારજનો, સોસાયટીના સભ્યો, સંતોએ ભગવાનને પ્રાર્થના કરી પરિણામે તેઓને નવજીવન મળ્યું. દોઢ માસ કરતા વધુ દિવસો બાદ હોસ્પિટલમાંથી રજા આપી ઘરે પરત ફરતાં બારેજા અનન્ય સોસાયટીના સભ્યોએ માસ્ક સાથે ઉપસ્થિત થઇ પુષ્પ વર્ષા કરી હતી.

તેમજ દીકરીએ કંકુ ચોખા તિલક તેમજ ગુલાબનો હાર પહેરાવી તેમજ સાસુએ માથા પર લોટો વાળી સ્વાગત કરી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. અને ફુગ્ગાઓ ડેકોરેશનથી સુસજ્જ કરાયેલ રૂમમાં સેજલબેને સ્વ હસ્તે કેક કાપી નવજીવન મળ્યું હોય તેમ બર્થ ડે ઉજવણીના અંદાજમાં સ્વાગત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...