દસ્ક્રોઈ ગ્રાઉન્ડ રીપોર્ટ:બે પાટીદાર અને એક ઠાકોર ઉમેદવાર વચ્ચે મતો વહેંચાશે

વહેલાલ3 મહિનો પહેલાલેખક: સમીર પટેલ
  • કૉપી લિંક
  • તાલુકાનું નામ દસ્ક્રોઈ પણ આ નામનું નથી ગામ, નથી વિસ્તાર; તાલુકા કચેરી પણ વસ્ત્રાલમાં છે
  • રાજકીય સમીકરણની વાત કરીએ તો 7 ટર્મથી આ બેઠક પર ભગવો લહેરાઈ રહ્યો છે
  • પ્રભુત્વની દૃષ્ટિએ જોઈએ તો ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધો જંગ થાય છે

દસ્ક્રોઈ વિધાનસભા બેઠક જિલ્લાની એક એવી બેઠક, એવો તાલુકો છે, જેના નામનું કોઈ ગામ પણ નથી કે વિસ્તાર પણ નથી છતાં મેગાસિટી અમદાવાદ ફરતેનાં 63 ગામડાં, બારેજા નગરપાલિકા અને શહેર વિસ્તાર નવા નરોડા તથા નિકોલના કેટલાક ભાગને આવરી લેતો હોવાથી આ વિધાનસભા મતવિસ્તાર મહત્ત્વનો છે.

સતત 37 વર્ષથી ભાજપનો ગઢ ગણાય
ઠાકોર અને પટેલ મતદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠક પરથી આપ પણ ચૂંટણી લડી રહ્યો હોવાથી આ વખતે પ્રથમ વખત ત્રિપાંખિયો ચૂંટણીજંગ જામશે. ભાજપ અને આપના ઉમેદવાર પાટીદાર છે જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ઠાકોર સમાજમાંથી આવે છે. મહત્ત્વનું છે કે 7 ટર્મથી આ બેઠક ભાજપની છે. છેલ્લે 1985માં કૉંગ્રેસ આ બેઠક જીતી હતી. ત્યાર પછીથી સતત 37 વર્ષથી ભાજપનો ગઢ ગણાય છે. આ વખતે કૉંગ્રેસ, ભાજપ અને આપ, જનસઘર્ષ વિરાટ પાર્ટી તેમજ એક અપક્ષ ઉમેદવારે દાવેદારી નોંધાવી છે. જોકે ઉમેદવારી પરત ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થશે.

7 ટર્મથી આ બેઠક પર ભગવો લહેરાઈ રહ્યો ​​​​​​​
રાજકીય સમીકરણની વાત કરીએ તો 7 ટર્મથી આ બેઠક પર ભગવો લહેરાઈ રહ્યો છે અને ભાજપના ધારાસભ્ય બાબુભાઈ પટેલનું 4 ટર્મ એટલે કે વર્ષ 2002થી 2017 સુધી પ્રભુત્વ છે. અહીં સૌથી વધુ 24.6 ટકા ઠાકોર મતદારોનું પ્રભુત્વ છે જ્યારે 21.4 ટકા પ્રભુત્વ ધરાવતા પટેલ મતદારો બીજા ક્રમે છે. ભાજપના બાબુભાઈ અને આપના કિરણ પટેલ, બંને પાટીદાર જ્ઞાતિના છે જ્યારે કૉંગ્રેસના ઉમેદજી ઝાલા ઠાકોર સમાજમાંથી આવે છે.

ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધો જંગ
પ્રભુત્વની દૃષ્ટિએ જોઈએ તો ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધો જંગ થાય છે પરંતુ જ્ઞાતિનું સમીકરણ જોવા જઈએ તો આપ ભાજપના મતદારોમાં ભાગ પડાવે, તો નવાઈ નહીં. બાબુભાઈ સતત 4 વર્ષથી આ વિસ્તારના ધારાસભ્ય છે તો ઉમેદજી પણ કુહા ગામના એટલે કે સ્થાનિક છે. કિરણ પટેલના કિસ્સામાં એવું બનશે કે પોતે શીલજ રહેતા હોવાને કારણે તેઓ પોતાને જ મત નહીં આપી શકે. 1,87326 મહિલા, 204071 પુરુષ અને 9 અન્ય મતદારો મળી કુલ 3,91406 મતદારો છે. કુલ 413 મથકો ઉપર મતદાન થશે, જેમાંથી 177 મથકો અમદાવાદના નવા નરોડા, નિકોલ તેમજ બારેજા પાલિકા વિસ્તારના છે.

2017માં 71.40 ટકા મતદાન થયંુ હતું
71.40 % મતદાન થયું હતું, જેમાં પુરુષોએ 74.21 ટકા, મહિલાઓએ 68.32 ટકા મતદાન કર્યું હતું. બાબુભાઈ જમનાદાસ પટેલને 127432 મત જ્યારે પંકજભાઈ પટેલને 82367 મત મળ્યા હતા.

તાલુકાનાં 12 જેટલાં ગામ વટવા બેઠકમાં
એક તરફ અમદાવાદના નવા નરોડા અને નિકોલનો અમુક વિસ્તાર દસક્રોઈ સીટ હેઠળ સમાવેશ કરાયો છે તો બીજી તરફ દસક્રોઈનાં 12 જેટલાં ગામો વાંચ, ગતરાડ, ગેરતપુર, બીબીપુર, ધામતવાન, મેમદપુર, બુજરંગ,બાકરોલ, કુંજાડ, કણભા, સિંગરવા, હાથીજણ ગામોનો સમાવેશ વટવા વિધાનસભા સીટ હેઠળ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...