દરોડા:વિવેકાનંદ નગર પોલીસે દેશીદારૂ પકડાયાની 16 FIR નોંધી, માત્ર 67 લીટર દારૂ પકડ્યો

વહેલાલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લઠ્ઠાકાંડની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડતાં પોલીસે સાવચેતીના ભાગરૂપે દરોડા પાડ્યા
  • 16 પૈકી 13 જગ્યાએ​​​​​​​ મહિલાઓ દારૂ વેચતી હતી

બોટાદમાં ઝેરી દારૂ પી જવાને કારણે 55 લોકોના મોત નિપજ્યા બાદ ગુજરાતના દરેક જિલ્લાની પોલીસ સફાળી જાગી ઉઠી છે અને દેશી દારૂના વેચાણ તેમજ તેની ભઠ્ઠીઓ ઉપર ત્રાટકવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદ ગ્રામ્ય હેઠળની વિવેકંદનગર પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં દેશીદારૂ ના વેચાણ કરતા ગામડાઓમાં અલગ અલગ 16 જગ્યાએ રેઇડ કરતા 67 લીટર દારૂ પકડી બે દિવસમાં દેશીદારૂના વેચાણ કરતી 13 મહિલાઓ સામે એફઆઈઆર દાખલ કરી છે. બરવાળા તાલુકામાં સર્જાયેલ લઠ્ઠાકાંડ બાદ રાજ્યની દરેક ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી દેશીદારૂના અડ્ડા અને વેચાણ સ્થાનો પર રેઇડ કરી રહી છે.

ત્યારે દસક્રોઈ અસલાલી, કણભા,બોપલ અને વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન પૈકી વિવેકાનંદ નગર પોલીસ ગંભીર બની બાતમીને આધારે ગેરતપુર,હાથીજણ,વાંચ,બડોદરા,મેમદપુરા ગામોમાં બે દિવસમાં 16 જગ્યાએ રેઇડ કરી 71 લીટર દેશીદારૂ નો જથ્થો પકડી પાડ્યો છે.16 પૈકી 13 જગ્યાએ મહિલાઓ દારૂનું વેચાણ કરતી હોવાનું એફઆઈઆર મા નોંધાયેલ આરોપીઓના નામ પરથી જણાઈ આવ્યું.સૌથી વધારે 5 એફઆઈઆર હાથીજણ મા નોંધાઇ જેમાં 5 અલગ અલગ વિસ્તારમાં મહિલાઓ સામે કેસ દાખલ કરાયા છે.1 લિટરથી લઈ 15 લીટર દેશીદારૂ અલગ અલગ જગ્યાએથી પકડાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...