કાર્યવાહી:7500ની માગણી કરનાર ડુપ્લીકેટ પોલીસને વિવેકાનંદ નગર પોલીસે પકડી પાડ્યો

વહેલાલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાથીજણમાં તમે રૂપિયા લઈ છોકરીઓનો ધંધો કરો છો કહી
  • યુવાન અને પાડોશી યુવતી પાર્કિંગમાં​​​​​​​ રૂપિયા ગણતા હતા

હાથીજણ સર્કલ પાસે પાર્કિંગમાં બિઝનેસની ઉઘરાણીના પૈસા ગણતાં ગેરતપુરના યુવાન અને પડોશી યુવતી પાસેથી ડુપ્લીકેટ પોલીસે 7500 માગતા યુવાને કુનેહથી વિવેકાનંદ નગરની અસલી પોલીસને કોલ કરી બોલાવતાં ડુપ્લીકેટ પોલીસને રંગે હાથ ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી.દસક્રોઈના ગેરતપુરમાં રહેતો યુવાન વિશાલ મારવાડી ઇવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ કરે છે. 1 મહિના પહેલા વિશાલ પડોશમાં રહેતી યુવતી તનીશાને પોતાની બાઇક પર બેસાડી ઉઘરાણી માટે હાથીજણ સર્કલ પાસેની રાધે કોમ્પ્લેક્ષમાં ગયા હતા.

જ્યાંથી ઉઘરાણીના નાણા લઈ વિશાલ અને તનીશા નોટોની ગણતરી પાર્કિંગમાં ઉભા રહી કરતા હતા. તે દરમિયાન 1 યુવાન તેઓની પાસે આવ્યો હતો અને વિશાલને કહેવા લાગેલો કે હું રામોલ પોલીસ સ્ટેશનથી આવું છું તમો રૂપિયા લઈ છોકરીઓના ધંધા કરાવો છો. વિશાલે કહ્યું મારા બિઝનેસના ઉઘરાણીના પૈસા ગણીએ છીએ. તારું નામ શું છે પૂછતા નામ જણાવવાને બદલે જેમફાવે તેમ બોલવા લાગ્યો હતો.પોલીસની ઓળખ આપનાર યુવાને કહ્યું પોલીસ કેસ કરીશ પોલીસ કેસ કરવો ના હોય તો 7500 આપો. ગભરાઈ ગયેલા વિશાલે 4500 આપવા વાયદો કર્યો હતો.

4500 માટે યુવાન અવારનવાર ફોન કરતો આથી વિશાલને શંકા ગઈ હતી. અસલી પોલીસ આમ કરે નહીં આથી ડુપ્લિકેટ પોલીસ હોવાનું લાગતા 9 નવેમ્બરે ફોન કરી વિવેકાનંદ નગર બસ સ્ટેન્ડે આવી પૈસા લઈ જવા કહ્યું હતુ. દરમિયાન યુવાન પૈસા લેવા આવતાં વિવેકાનંદ નગર પોલીસને બોલાવી પૈસાની માગણી કરનાર યુવાનને પકડી લઈ પૂછપરછ કરતાં નિખિલ બાબુભાઇ પરમાર નામ જણાવ્યું હતુ.આમ પોલીસે નિખિલ પરમારને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...