ઐતિહાસિક વારસાનું આવું જતન!:જેતલપુરમાં કિલ્લો ધ્વસ્ત થવાને આરે, ગામની પુરાતત્ત્વ ખાતું મુલાકાત લે તેવી ગામજનોની માગણી

વહેલાલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રવાસ ઉદ્યોગને વેગ આપવા કરોડોના ખર્ચે ગિરનારમાં રોપ વે મુકવામાં આવી છે. પરંતુ સરકારના પુરાતત્વ વિભાગને અમદાવાદને અડીને આવેલા જેતલપુરમાં પેસવા કાળનો કિલ્લો મરામત કરવા ધ્યાન આપતું નથી. જો પુરાતત્વ વિભાગ માવજત કરે તો અહીં પણ પ્રવાસીઓને આકર્ષી શકાય તેમ છે અને પૌરાણિક વારસો બચી શકે. જેતલપુર ગામમાં બાજીરાઓ પેસવાના કાળનો કિલ્લો અને રાણીનો મહેલ જર્જરીત હાલતમાં ધીમેધીમે ધ્વંસ થઇ રહ્યો છે.ત્યારે જિલ્લા પુરાતત્વ ખાતું કિલ્લાની માવજત કરે તો કિલ્લો ધ્વસ થતો બચી શકે.

અન્ય સમાચારો પણ છે...