તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:અમદાવાદ જિલ્લાના VCE રસીકરણ નોંધણી અંગેની કામગીરી નહીં કરે

વહેલાલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે 2 વર્ષથી વિવિધ નોંધણીના બાકીના પૈસા ચૂકવ્યા નથી
  • VCEને અન્ય સરકારી કર્મીઓની જેમ 25 લાખનો કોરોના સુરક્ષાવીમો મળતો નથી
  • દસક્રોઈના VCE અજાણ, કોઈ પરિપત્ર કે આઈડી મળ્યા નથી

રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે ગ્રામીણ વિસ્તારોમાં 18+ ના રસીકરણ રજીસ્ટ્રેશન ગ્રામ પંચાયતના વીસીઈ કરશે તેઓને સરકાર પાચ રૂપિયા આપશે પરંતુ આ અંગે દસક્રોઈના ગામડાઓમાં અલગ અલગ ગ્રામ પંચાયતોમાં ક્યાંય રજીસ્ટ્રેશન થતું નથી. આ અંગે દસક્રોઈ વીસીઈ ઉપપ્રમુખ અંકિત પારેખે જણાવ્યું કે અમોને કોઈ પરિપત્ર,જાણકારી કે આઈડી મળ્યા જ નથી તો રજીસ્ટ્રેશન કઈ રીતે કરીએ. ગ્રામ્ય વિસ્તારમાં સ્ટાર 18+ નાગરિકોમાં રસીકરણની ઝડપ વધારવા માટે 18+ નાગરિકોને રસીકરણની નોંધણી માટે ગ્રામ પંચાયતમાં કાર્યરત VCE કોમ્પ્યુટર ઓપરેટર મદદરૂપ થશે.

VCE કોમ્પ્યુટર ઓપરેટરને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન રૂપે એક નોંધણીના રૂપિયા 5 આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે પરંતુ સાવ નજીવી નોંધણીની રકમ તેમજ સ્વ સુરક્ષા માટે રાજ્ય સરકાર અન્ય કર્મીઓની જેમ વીમો આપતિ નથી. આથી રાજ્ય સરકારના આ નિર્ણયનો અમદાવાદ જિલ્લાના વીસીઈ અમલ કરશે નહીં અને આ કામગીરી કરશે નહીં, અન્ય કામગીરી ચાલુ રાખશે. અગાઉ પણ વિવિધ યોજનાની નોંધણી માટે નાણા ચુકવવામાં આવશે એવી જાહેરાત કરી હતી, પરંતુ ગ્રામ પંચાયતના હજારો કમ્પ્યુટર ઓપરેટરોને રાજ્ય સરકાર તરફથી હજી સુધી રકમ મળી નથી.

અને તેમાંય રાજ્ય સરકાર દ્વારા ગ્રામિણ વિસ્તારમાં 18+ નાગરિકોને માત્ર પાંચ રૂપિયામાં કામગીરી નો નિર્ણય અયોગ્ય છે. આ નિર્ણયનો અમદાવાદ VCE મંડળ વિરોધ કરે છે એવી જાણકારી અમદાવાદ VCE પ્રમુખ અંકિત શેઠ તથા ઉપ પ્રમુખ અંકિત પારેખે આપી હતી. અમદાવાદ જિલ્લા વીસીઇ પ્રમુખ અંકિત શેઠનું કહેવું છે કે રસીકરણ કરવા અંગે અમોને પરીપત્ર કે આઈડી અપાયું નથી કે જેના થકી નોંધણી કરી શકીએ તેમજ અમે યાદી રાખી શકીએ. બીજું રસી બુકીંગનું પોર્ટલ ગમે તે સમયે ખુલે છે તેનો કોઈ સમય ફિક્સ નથી કોઈ પણ સમયે સ્લોટ બુકિંગ ઓપન થાય છે. ત્યારે વધુમાં વધુ 10 થી 15 મિનિટમાં બુકિંગ થઈ જાય છે, 10 મિનિટમાં અમે માત્ર વધુમાં વધુ ત્રણ બુકિંગ માંડ કરી શકીએ.

અન્ય સમાચારો પણ છે...