જાહેરાત:ગ્રામજનોના હિતના નામે હડતાળ સ્થગિત કર્યાનું VCE મંડળનું એલાન

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 હજાર પગાર,5 રૂપિયા કમિશન મેળવી લીધા અને ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલ બાદ મંડળે જાહેરાત કરી

ગુજરાતભરના 13 હજાર વીસીઈ ઓએ બાવીસ દિવસ સુધી ગ્રામ પંચાયતમાં કામગીરી સ્થગિત કરતા ગ્રામીણ અરજદારો મુશ્કેલીમાં મુકાયા ત્યાં સુધી ગ્રામજનોનું હીત, ગ્રામજનો પર હીત ન હોતું ઉભરાતું હડતાળ કરી સરકારે મહિને 2 હજાર પગાર,મહિને 200 નું નેટ રિચાર્જ ,2 લાખનો વીમો, કમિશનમાં 5 નો વધારો સરકારે આપ્યો છતાં સરકારી કર્મી તરીકેની માગ કરી સામુહિક રાજીનામાની ચીમકી સાથે હડતાળ પર અડગ રહેલા અને અમદાવાદ જિલ્લા ઇ ગ્રામ નોડલ ઓફિસરે 26 મેના રોજ ટીડીઓને આદેશ કર્યો કે વીસીઈને છુટા કરવાની કાર્યવાહી કરતા વીસીઈની લેવડ દેવડનો હિસાબ પતાવી, સોફ્ટવેર, હાર્ડવેર ,પાસવર્ડ લઈ લેવા પત્ર લખી આદેશ આપતા વીસીઈઓ પર કાર્યવાહી શરૂ કરાતા વીસીઈઓએ કોઈપણ પ્રકારની હડતાળ સ્થગિત કર્યાની જાહેરાત વગર કામગીરી શરૂ કરી દીધી હતી.

દસક્રોઈ સહિત જિલ્લાના ગામોમાં વીસીઈઓએ કામગીરી શરૂ કરતા છુટા કરવા કાર્યવાહી આરંભતા દસક્રોઈ સહિતના VCEઓ કામે લાગતા રાહતના મથાળા હેઠળ 1 જુનના દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધિ બાદ વીસીઈ મંડળે મીડિયાને પત્ર લખી હડતાળ હાલ પૂરતી સ્થગિત કર્યાનો મેસેજ આપ્યો હતો.અને સરકારી કર્મીની માગ સાથે સોશિયલ મીડિયામા લડત આપશે અને છુટા કરવાના ડરે હડતાળ સ્થગિત કરી નથીનું એલાન કરતી કોપી મીડિયા કર્મીઓને મોકલી આપી છે. વીસીઇઓ સોશિયલ મીડિયામાં પોતાની લડાઇ ચાલું રાખશે તેમ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...