નિર્ણય:VCE માટે ખેત ઉતારાની સ્ટેશનરી માટે ઓનલાઈન રિચાર્જ સિસ્ટમ શરૂ

વહેલાલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચેરીના ધક્કામાંથી મુકિત, જૂની સ્ટેશનરી બેકાર અને જમા પૈસા ગયા

રાજ્ય સરકાર ધ્વારા ખેત ઉતારાની નકલો પ્રિન્ટ કરવા , ગ્રામ પંચાયતના વીસીઈ માટે સ્ટેશનરી માટે ઓનલાઈન રિચાર્જ સીસ્ટમ દાખલ કરતા વીસીઈ જેટલાનું રિચાર્જ કરાવશે તેટલી નકલો એ ફોર સાઈઝ પેપરમાજ નીકળશે.આમ કરવાથી વીસીઈ ને સ્ટેશનરી લેવા તાલુકા કચેરી સુધી ધક્કા ખાવા નહિ પડે.જોકે જૂની સ્ટેશનરી નકામી થતા તે માટે ચુકવણી ના પૈસા પરત નહિ મળે.

સરકારે પ્રિન્ટેડ સ્ટેશનરીમાં વિગતો, નકશા પ્રોપર જગ્યાએ પ્રિન્ટ ન થતા હોવાથી, પ્રિન્ટેડ સ્ટેશનરી છાપવી ના પડે તેમજ વીસીઈ ને કચેરી સુધી ચલણ ભરવા અને સ્ટેશનરી લેવા જવું ના પડે તે માટે, ઓનલાઈન રિચાર્જ સિસ્ટમ દાખલ કરતા વીસીઈએ ઓછામાં ઓછું ઓનલાઈન પેયમેન્ટ કરવાનું જેટલી રકમનું રિચાર્જ થશે એટલી સિરીઝની સ્ટેશનરી નંબર જનરેટ થશે.

વીસીઈ માટે ફાયદાની વાત કચેરી સુધી ચલણ ભરવા અને સ્ટેશનરી લેવાનો સમય બચશે,ઘણીવાર સ્ટેશનરી ન હોવાથી ધક્કા ખાવા પડતા તેમાંથી મુકિત મળશે.પ્રીન્ટેડ સ્ટેશનરી સાચવવી નહિ પડે, એ ફોર સાઈઝના કોરા પેજ પર નકલ પ્રિન્ટ કરતા અગાઉની પ્રીન્ટેડ સ્ટેશનરી ઉપર નીકળતી નકલજ મામલતદાર ના સિક્કા સાથે પ્રિન્ટ થશે.

જૂની સ્ટેશનરીના નાણાં નવી સામે રિકવર આપવા જોઈએ
અનેક વીસીઈઓ પાસે એડવાન્સ રકમ ચૂકવી હજુ જૂની સ્ટેશનરી પડી છે અને સરકારે નવી સ્ટેશનરી માટે એડવાન્સ રિચાર્જ સીસ્ટમ દાખલ કરતા જૂની સ્ટેશનરી ના નાણાં ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે ભલે જૂની સ્ટેશનરી બેકાર બની પરંતુ જૂની સ્ટેશનરીના નાણાં ભર્યાના ચલણ તેમજ સ્ટેશનરી સિરિઝના આધારે રકમ ભરપાઈ કરી આપવી જોઈએ.કોઈ વીસીઈ પાસે જૂની સ્ટેશનરી પાચસોથી લઈ 2500 સુધી જમા પડી છે અને એટલા નાણા ગુમાવવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...