તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિનામૂલ્યે ગણવેશ:દસક્રોઈની 294 આંગણવાડીનાં 7876 બાળકને વિનામૂલ્યે ગણવેશ અપાયા

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહેલાલ,જેતલપુર ,બિલાસિયા, પરઢોલના બાળકોને લાભ મળ્યો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી રૂપે વિકસાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં બાળકો માટે ગણવેશ વિતરણ એક સક્ષમ પગલાના ભાગરૂપે અમલ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે દસક્રોઈ તાલુકાના 294 કેન્દ્રમાં 7876 બાળકોને શનિવારે બે બે જોડી મફત ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

શનિવારે દસક્રોઈની બિલાસિયા, વહેલાલ, જેતલપુર,પરઢોલ સહિત દસક્રોઈના 294 કેન્દ્રોમાં બાળકોને ગણવેશ વિતરણ કરાયુ આ પ્રસંગે બિલાસિયા 4 મા અમદાવાદ ઝોનમાંથી રિજિયોનલ ડેપ્યુટી ડારેક્ટર, સીડીપીઓ રેણુકાબેન પટેલ, મુખ્ય સેવિકા, કાર્યકર, તેડાગર, બાળકોના વાલી હાજર રહેલ .સીડીપીઓ રેણુકાબહેને જણાવ્યું કે દસક્રોઈના ં 3 થી 6 વર્ષના 7876 બાળકોને બે બે જોડી ગણવેશ અપાયાછે. આંગણવાડીના બાળકોમાં સમાનતાની અનુભુતિ થાય તથા આંગણવાડીનું આકર્ષણ વધે તેવા આશયથી પહેલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...