કાર્યવાહી:કમોડમાંથી દારૂની 24312 બોટલ સાથે ટ્રેલર ડ્રાઇવરને પકડી પાડ્યો

વહેલાલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનથી સનાથલ લઇ જવાતો રૂ 48.47લાખનો દારૂ તથા 5 લાખનું ટ્રેલર વગેરે સહિત કુલ 53.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
  • અમદાવાદ ગ્રામ્ય SOGએ સોડા પાઊડરની બેગની આડમાં દારૂની હેરાફેરી ઝડપી

એસ.ઓ.જી.શાખા અમદાવાદ ગ્રામએ કમોડ ગામની સીમના પાર્કિંગમા પાર્ક કરેલ ટ્રેઇલરમાં સોડા પાવડરની થેલીઓના નીચે છુપાવેલ રૂ.48,47040ની દારૂની 24312 નંગ બોટલોના જથ્થા સાથેના ટ્રેઇલર ચાલકને ઝડપી પાડ્યો છે. દારૂનો જથ્થો રાજસ્થાનથી અમદાવાદ લવાયો હતો. અન્ય ચાર વોન્ટેડને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે.

5 લાખનું ટ્રેઇલર,2800 રોકડ,3000 નો મોબાઈલ 4847040 ના દારૂ સહિત કુલ 5353340 નો મુદામાલ કબજે કર્યો હતો. એસ.ઓ.જી.શાખા અમદાવાદ ગ્રામ્યને બાતમી મળી હતી કે કમોડ ગામની સીમમાં વિષ્ણુભાઈ દેવાભાઈ ભરવાડના ખેતરમાં બનાવેલ ટ્રક પાર્કિંગની જગ્યામાં રાજસ્થાનથી ડ્રાયવરના ચોક્કસ નામ, ચોક્કસ નંબર બાતમી વાળું ટ્રેઇલર મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે આવેલું છે.

એસ.ઓ.જી.શાખાના કર્મીઓએ બાતમી મુજબ ચોક્કસ નંબરના ટ્રેઇલરને પાર્ક કરેલું જોયું. ત્યાં જઈ તપાસ કરતા ટ્રેઇલરના ડ્રાયવરે પોતાનું નામ વિક્રમસિંહ શેખાવત (રહે.રાજસ્થાન) જણાવ્યું હતું. અને ટ્રેઇલરમાં શું ભર્યું છે પૂછતા બીલ મુજબ સોડા પાવડરનો 33600 કિલો જથ્થો ભરેલો છે તેમ જણાવ્યું હતું.

તપાસ કરતા સોડા પાવડરની 102 બેગ નીચે પુઠાના બોક્ષોમા દારૂનો જથ્થો મળી આવતા ટ્રેઇલર અસલાલી પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.ટ્રેઇલરમાં તપાસ કરતા સોડા પાઉડરની 102 કોથળી હતી અને તેની નીચે દારૂની અલગ અલગ બ્રાન્ડની 814 પેટીઓમાંથી રૂ. 48,47040ની 24312 નંગ બોટલ મળી આવી હતી.

આ જથ્થો કોણે મોકલેલ અને કોને આપવાનો છે પૂછતા આ જથ્થો રાજસ્થાનના 3 જણના કહેવાથી અમદાવાદના વોન્ટેડ સનાથલના મહેન્દ્રસિંહ ચૌહાણને પહોંચાડવાનો હતો જણાવ્યું હતું.આમ એસ.ઓ.જી. શાખાએ દારૂના જથ્થા સાથે ટ્રેઇલરને કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...