તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનામુક્ત:બડોદરા ગામમાં આજદિન સુધીમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

વહેલાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બડોદરા ગામમાં કોરોનાને ગામમાં પ્રવેશતા રોકવા માટે ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. - Divya Bhaskar
બડોદરા ગામમાં કોરોનાને ગામમાં પ્રવેશતા રોકવા માટે ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે.
  • સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનું ગામમાં ચુસ્તપણે થઈ રહેલું પાલન
  • તમામ લોકોના સહકારથી ગામ અત્યાર સુધીમાં કોરોનામુક્ત રહ્યું છે
  • સ્વૈચ્છિક લોકડાઉન રાખી સહકાર આપતાં ગ્રામજનો અન્ય ગામને પ્રેરણા પૂરી પાડે છે

બડોદરા ગામમાં આજદિન સુધી કોરોનાએ પ્રવેશ કર્યો નથી. આ ગામના લોકો દ્વારા તકેદારીના ભાગરૂપે સ્વૈચ્છિક લોકડાઉન રાખી રહ્યા છે. તેમજ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરીને ગ્રામજનોએ કોરોનાને ગામથી દૂર જ રાખ્યો છે. ત્યારે બડોદરા રાજ્યના અન્ય ગામો માટે પ્રેરણા પૂરી પાડે છે. બડોદરા ગામમાં સંક્રમણ ન ફેલાય તે માટે બપોર બાદ ગામમાં સ્વૈચ્છાએ લોકડાઉનનું પાલન થઈ રહ્યું છે. બીજી તરફ, શહેર તરફ જવાનો રસ્તો માંડ 2 કિમી દૂર હોવા છતાં ગામના લોકો સીમા ઓળંગી ગામ બહાર જતા નથી. ગામમાં 4થી 5 હજારની વસ્તી છે અહીં ઠાકોર, મુસ્લિમ, વાલ્મિકી સમાજના તમામ લોકો હળી મળીને રહે છે.

અહીંના PHC સેન્ટરમાં ટેસ્ટિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલ, કોરોનાની બીજી લહેર આવતા ગામમાં બપોરે 12 થી 4 અને સાંજે 6 થી બજાર બંધ કરી દેવાય છે. આ ઉપરાંત, ચાલુ બજારમાં ભીડ ભેગી ન થઇ જાય તે માટેનું પણ ધ્યાન રખાઈ રહ્યું છે. આ ગામના આગેવાન જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં ધારાસભ્ય બાબુ પટેલે અમને આઇસોલેશન વોર્ડ બનાવવા સૂચના આપી હતી.

એક પણ કેસ ન નોંધાતા અમે સુવિધા ઉભી કરી ન હતી. પરંતુ, ધારાસભ્યના સૂચન બાદ ગામમાં પ્રાયોગિક ધોરણે ગ્રામ્ય શાળામાં આઇસોલેશન વોર્ડ બનવવામાં આવ્યો છે. આ અંગે ઠાકોરે વધુમાં જણાવ્યુ કે, અમારા ગામમાં કેટલાક લોકોએ RT-PCR ટેસ્ટ પણ કરાવ્યો હતો પરંતુ કોઈને પણ પોઝિટિવ આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...