તસ્કર પકડાયો:હાથીજણ પાસે બાઈક ચોરીમાં પકડાયેલા ચોરે 6 બાઇક ચોરી કબૂલી

વહેલાલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવેકાનંદ નગર પોલીસે પૂછપરછ કરી હતી
  • લાંભા અને કોસિતલ ગામના 2 મિત્રે બાઇક ચોર્યા હતા

દસક્રોઈ ગ્રામ્યના વિવેકાનંદ નગર પોલીસે ચોરીના 1 બાઇક અંગે ઉલટ તપાસ કરતા કુલ 6 બાઇક ચોરીની કબૂલાત બાઇક ચોરે કરી છે.એક લાભા નો તેમજ ભીલવાડા જિલ્લાનો એમ બે ચોરોએ કુલ છ બાઇક અલગ અલગ જગ્યાએથી ઉઠાંતરી કરી છે.ચોરીના છ માથી ચાર બાઇક નંબર પ્લેટ વગરના છે.લાભાનો તસ્કર પકડાયો છે.

આ અંગે વિવેકાનંદ નગર પીઆઇ આર.જી.ખાટે જણાવ્યું કે આ.પો.કો. કલ્પેશભાઇ ગગજીભાઇને બાતમી મળેલ કે મુકેશભાઇ યોગી રહે. લાંભા, અમદાવાદ નાઓ એક કાળા જેવા કલરનું સીડી ડિલક્ષ બાઇક ઉપર અસલાલી તરફથી રામોલ તરફ જનાર છે અને આગળ નંબર પ્લેટ વગરનું મોટર સાઇકલ ચોરીનું છે. બાતમીને આધારે હાથીજણ સર્કલ ખાતે વોચમાં ગોઠવી હતી તે દરમ્યાન બાતમીવાળુ બાઇક અસલાલી તરફથી આવતા હાથનો ઇસારો કરી મો.સા. ચાલકને સાઇડમાં ઉભુ રખાવી તપાસ કરી નામ પૂછતા

24 વર્ષીય મુકેશનાથ લક્ષ્મણનાથ યોગી દસક્રોઈ ના લાંભાનો જણાવ્યું હતું.આર.સી.બુક બાબતે પુછતા સદર બાઇક તેઓએ તેમના મિત્ર પારસનાથ ગોપીનાથ યોગી રહે. કોસીતલગામ તા.ગંગાપુર જી.ભીલવાડા નાઓની સાથે મળી ઝરણા પાર્ટી પ્લોટ, વટવા કેનાલ, અમદાવાદ ખાતેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી.

પોલીસે વધુ પુછપરછ કરતા તેમના મિત્ર પારસનાથ યોગી સાથે મળી કુલ છ બાઇક ચોરી કરેલ હોવાનું કબુલાત કરી હતી.જેના આધારે પોલીસે તમામ બાઇક તપાસ અર્થે કબ્જે લીધેલા છે. ​​​​​પોલીસે ચોરીમાં પકડાયેલ બાઇક અંગે પોકેટ કોપમાં સર્ચ કરી વાહન માલીકોનો સંપર્ક કરતા ચોરી અંગે નારોલ,અસલાલી, સોલા,વટવા,દાણીલીમડા પોલીસમાં ચોરી અંગે ફરિયાદ નોંધાતા વિવેકાનંદ નગર પીઆઇ ખાટ સહિત નવ કર્મીએ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...