ફરિયાદ:ચોર પકડાયા પછી મોટર-પમ્પ ચોરાયાની યુવાને ફરિયાદ કરી

વહેલાલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ ચોરને લાવી,ઘટના બહાર આવી
  • સર્વિસ સ્ટેશનમાં​​​​​​​ 9 એપ્રિલે ચોરી ઘટના બની

20 દિવસ પૂર્વે ધોળકા-સરોડા માર્ગ પર દસક્રોઈના નવાપુરા સર્વિસ સ્ટેશનમાંથી રાતના સમયે સબમર્સિબલ મોટર તેમજ પ્રેશર પમ્પ ચોરનારા તસ્કરને અમદાવાદ કાગડાપીઠ પોલીસે પકડી પાડ્યો છે. જોકે સર્વિસ સ્ટેશનના માલિકે વીમો ન હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી.દસક્રોઈ તાલુકાના નવાપુરા ગામના હિતેશભાઈ ઠાકોર ધોળકા-સરોડા રોડ પર બહુચર માતા મંદિર પાસે સર્વિસ સ્ટેશન ચલાવે છે. ગત 9 એપ્રિલે તેઓના સર્વિસ સ્ટેશનમાંથી રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ 2 એચ પીની મોટર તેમજ પ્રેશર પમ્પ ચોરી ગયા હતા. જોકે ચોરાયેલી વસ્તુઓનો વીમો ન હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ નહોતી.

દરમિયાન તા. 2 મેએ સર્વિસ સ્ટેશન પર અમદાવાદની કાગડાપીઠ પોલીસ પવન અશોકભાઈ પઢિયારને લઈને પહોંચી હતી અને કોઈ વસ્તુ ચોરાઈ હોવાનું પૂછતાં હિતેશભાઈએ મોટર અને પમ્પ ચોરાયાનું કહ્યું હતું. તસ્કરની કબૂલાત બાદ કાગડાપીઠ પોલીસ સર્વિસ સ્ટેશન પર તસ્કરને લઈ જઈ સર્વિસ સ્ટેશનના માલિકને પુછપરછ કરી માલિકને અમદાવાદ તસ્કર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા જણાવતા અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છેકે અમદાવાદ આસપાસના વિસ્તારમાં મોટર-પંમ્પ વગેરેની ચોરીની ઘટના વારંવાર બને છે.

અન્ય સમાચારો પણ છે...