પ્લાન્ટમાં થઈ ચોરી:1.50 લાખના 100 પતરાં સાથે ભંગારવાળો ઝડપાયો

વહેલાલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોધાવીના પાણી પ્લાન્ટમાંથી ચોરાયેલા
  • બોપલ પોલીસે શેલાથી આરોપીને ઝડપી મુદ્દામાલ કબજે લીધો

સાણંદ તાલુકાના ગોધાવી ગામની કૅનાલ પાસેના ટ્યૂબવેલ પર પાણીનો પ્લાન્ટ બનાવવા લવાયેલા 1.50 લાખના 100 નંગ પતરાં ચોરનારા એક ચોરને દસક્રોઈના શેલા ઘુમાથી બોપલ પોલીસે બાતમીને આધારે મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે જ્યારે 3 વૉન્ટેડને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

ગોધાવી ગામના કુલદીપસિંહ વાઘેલા ગોધાવી કૅનાલ પાસેના પ્લોટમાં પાણીનો પ્લાન્ટ બનાવી રહ્યા હતા. પ્લાન્ટનો શેડ બનાવવા રૂ. 1.50 લાખનાં 16 ફૂટ લંબાઈનાં 100 પતરાં 30 મેએ ચોરાઈ ગયા હતા. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. શેલા-ઘુમા ટીપી રોડ ઉપર ભંગારનો વાડો ચલાવતો સુરેશ ભોજારામ મહારામ ગુર્જરે ચોરેલાં પતરાં સંતાડ્યાં હોવાની બાતમી મળી હતી.

પોલીસે સુરેશની કડકાઈથી પૂછપરછ કરતાં પોતે મણિપુર ગામની સીમમાં આવેલા સૂર્યરંગ વિભાગ-2માં સંતાડ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સ્થળ પરથી પતરાં કબજે લઈને સુરેશને પકડી લીધો હતો જ્યારે અન્ય 3 વૉન્ટેડ સાગરીત મદન ગુર્જર, ભરત ગુર્જર તેમજ પ્રેમ મીણાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...