તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:અસલાલીના વર્ષો જૂના રસ્તા પર કટ અથવા બ્રિજ બનાવી આપવા ગ્રામજનોની માગણી

વહેલાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇવેના ગોડાઉનોથી જમીનોના ભાવ કરોડો થયા પણ મુશ્કેલીઓ વધી
  • ST ગામમાં નહિ આવતા હાઇવે પર ઉતારતા જીવના જોખમે 1000 મીટર ચાલીને આવવું પડે છે

સિક્સ લેન હાઇવે બનતા દસક્રોઈ તાલુકાના અસલાલી ગામમાં હાઇવેને કારણે આવન જાવનમાં મુશ્કેલી પડતી હોઈ ,વૈકલ્પિક ગરનાળામાં ટ્રાફિક જામ થતો હોઇ અખિલ ભારતીય કોંગ્રેસના તેમજ NSUI ના મહામંત્રી અર્થ અમીન ની આગેવાનીમા સ્થાનિક કાર્યકરો તેમજ ગ્રામજનો ધ્વારા ઓડ - ચોસર રોડ ને આશાપુરી પાસે ખોલવા તેમજ અસલાલીના વર્ષો જુના રસ્તા પર કટ અથવા બ્રિજ બનાવી આપવા માંગ ઉઠી છે.જો માંગ સંતોષવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચેતવણી મુખ્યમંત્રીને લખાયેલ પત્રમાં ઉચ્ચારાઈ છે.

કૂદકે ને ભૂસકે વધતા જતા અવૈચારિક વિકાસના કારણે ઐતિહાસિક દાંડી માર્ગ તેમજ અસલાલી ગ્રામજનો તેમજ વેપારીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. મુશ્કેલીઓનું કારણ સિક્સલેન નેશનલ હાઈવે છે. સિક્સ લેન હાઇવે થતાં અસલાલી ગામમાં આવવા જવાનો વર્ષો જૂનો રસ્તો બંધ થઈ ગયેલ છે. અને જેના કારણે ગ્રામજનોને આશરે 2 કિ.મી. ફરીને ગામમાં આવવું પડે છે. તેમજ વૈકલ્પિક હાઇવે ગરનાળામાં અને સર્વિસ રોડ ઉપર આડેધડ પાર્કિંગ થતું હોવાથી રીંગ રોડથી ગામમાં આવવા માટે ટ્રાફીક જામનો પ્રશ્ન વારંવાર ઉદભવે છે.

એટલુંજ નહિ અસલાલી ગામ પાસે કટ બંધ થતા ગામમાં ગુજરાત સરકારની ખાસ કરીને અસલાલીથી બારેજા તરફ જતી બસો ગામમાં આવતી બંધ થઈ ગયેલ છે. જેના કારણે સીનીયર સીટીઝન તથા શાળા કોલેજ જતા બાળકોને હાઈવે ઉપર ઉતારવામાં આવે છે. જેથી આ લોકોને હાઇવે ઉપર જીવના જોખમે રસ્તો ઓળંગવો પડે છે.હાઇવેથી 1 હજાર મીટર ચાલતા ગામમાં આવવું પડે છે. રાત્રી દરમ્યાન મહિલાઓ સહિતના પેસેન્જરોને હાઈવે ઉપર ઉતારવામાં આવતા ટ્રાન્સપોર્ટ એરીયાને કારણે અસામાજિક તત્વોની છેડતી લૂંટફાટના ભય વચ્ચે અસલાલી ગામમાં પોતાના ઘરે આવવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...