તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીનો પ્રયાસ નિષ્ફળ:વહેલાલમાં GRD જવાનોની સતર્કતાથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ

વહેલાલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખોડિયાર માતાના મંદિરમાં ચોરી કરવા આવ્યા હતા

ગ્રામ રક્ષક દળના જવાનોની સતર્કતાથી દસક્રોઈના વહેલાલ હુકા માર્ગ પર વહેલાલ ટર્નીગ પાસેના ખોડિયાર માના મંદિરમા ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પણ મંદિર પાસે આવેલા ગેરેજમાંથી પેટ્રોલ અને રોકડની ચોરી થઈ હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વહેલાલ હુકા માર્ગ પર વહેલાલ ટર્નીગ પર આવેલા ખોડિયાર માના મંદિરમાં ગત મધ્યરાત્રીએ મંદિરની બારીઓ તોડવાનો અવાજ સંભળાતા મંદિર નજીક નાઈટ પોઇન્ટમાં બેઠેલા GRD ના જવાનો સતર્ક બનીને મંદિર તરફ જતા ચોરી માટે આવેલા તસ્કરો અંધારાનો લાભ લઇ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ GRD ના જવાનોએ ગામના નજીકના અન્ય પોઇન્ટ પરના જવાનોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. અને મદિર પાછળના ખેતરોમાં સંયુક્ત શોધખોળ કરી હતી પરંતુ કોઈ તસ્કર હાથ લાગ્યો ન હતો. બાદમાં GRD ના જવાનોએ વહેલાલના અન્ય જાહેર ધાર્મિક સ્થાનોનું વિશેષ પેટ્રોલીગ હાથ ધર્યું હતું.

ચાર દિવસ પૂર્વે આ મંદિર પાસે આવેલા ગેરેજમાં પણ રાત્રીના સમયે કોઈએ ગેરેજનું તાળું તોડી પેટ્રોલનો કેરબો તેમજ નજીવી રોકડ રકમ ચોરી હતી. જોકે ચોરીમાં કાંઈ ખાસ મોટી ચોરી નહિ થવાથી પોલીસને જાણ કરવાનું ટાળ્યું હતું. બાદમાં ગતરાત્રીએ તસ્કરો દ્વારા મંદિરમા ચોરીનો પ્રયાસ કરાયો હતો પરંતુ GRD ના જવાનોની સતર્કતાથી નિષ્ફળ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શિયાળાની ઠંડીમાં જેમજેમ વધારો થઈ રહ્યો છે

તેમતેમ આ વિસતારના વિવિધ ગામોમાં તસ્કરોએ તેમની વિદ્યા અજમાવવાનુ શરૂ કર્યુ છે ત્યારે આ વિસ્તારના ગામડાઓમાં રહેતા લોકોની રજૂઆત છે કે ચોરીના બનાવો જે રીતે વધી રહ્યા છે તેને જોતા પોલીસે રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કરવાની ખાસ આવશ્યકતા છે.વહેલાલ તેમજ તેની નજીકના ગામો હાઈવેથી થોડા દૂર આવેલા હોવાથી તસ્કરોને ચોરી કરવાનો મોકો મળી જાય છે. તેથી આવી ઘટનાઓ રોકવામા આવે તેવી આ વિસ્તારના લોકોની માગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો