રોષ:દસક્રોઈ સહિત રાજ્યના VCEની 21મીથી હડતાળ પર જવા ચીમકી

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમિશન પ્રથા બંધ કરો, સરકારી કર્મચારી ગણી પગાર આપો
  • 15 વર્ષથી ગ્રામ પંચાયતમાં કામ કરતા VCEઓએ ઠાલવેલો રોષ

દસક્રોઈ તાલુકા સહિત જિલ્લાના તમામ તાલુકાના વિવિધ ગામોમાં ઇ-ગ્રામ વીસીઇ કમ્પ્યૂટર ઓપરેટરો દ્વારા ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત ઓપરેટર મંડળ દ્વારા મુખ્યમંત્રીને આપેલા આવેદનપત્ર મુજબ વિવિધ માગો સ્વીકારવામાં નહિ આવે તો 21 ઓક્ટોબરથી હડતાળ પર જવાની ચીમકી આપવામાં આવી છે.આ અંગે ઇ-ગ્રામ વીસીઇ કમ્પ્યૂટર ઓપરેટરો દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં વિવિધ માંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રીને અપાયેલા આવેદન પત્રમાં જણાવ્યાનુસાર છેલ્લા 15 વર્ષથી ગ્રામ પંચાયત કચેરીમાં વગર પગારે અને નજીવું કમિશન પર સતત કામ કરતા આવ્યા છે.

આજદિન સુધી સરકાર કે ગ્રામ પંચાયત કચેરી તરફથી કોઈપણ જાતનો પગાર ચૂકવાયો ન હોવાનો તેમજ સરકારી કર્મચારીને મળતા લાભો પણ મળ્યા નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે ઓપરેટરો દ્વારા કમિશન પ્રથા બંધ કરવી, દર મહિને પગાર મળવો જોઈએ, વર્ગ-3માં તમામ સમાવેશ કરવો, સરકારી કર્મચારીઓને મળતા તમામ લાભો મળવા જોઈએ, જીવન વીમાનું કવરેજ મળવું જોઈએ સહિતની માંગ કરવામાં આવી છે. ત્યારે સરકારી કર્મચારીને મોંઘવારી ભથ્થા વધારાય છે પણ વીસીઈ ને બાકી લેણી રકમ ચૂકવી નથી શકતી ત્યારે પગાર આપશે કે કમિશન વધારશે ?

ગુજરાત તેમજ ભારત સરકારની વિવિધ પ્રકારની 50 થી વધુ ડિઝિટલ સેવાઓ વીસીઈ કમિશન બેઝ પર નજીવી રકમ લઈ આપે છે. આ સેવાઓથી તલાટી મામલતદાર કલેકટર કચેરીના 50 ટકાથી વધુ કામો હળવા થાય છે આમ છતાં સરકાર ત્રણેય કચેરીઓ તેમજ અન્ય સરકારી કર્મીઓના ભથ્થાં પગાર વધારે છે પરંતુ વીસીઈ ની લેણી રકમ વિકાસ કમિશનરના આદેશ છતાં ચૂકવતી નથી.

અન્ય સમાચારો પણ છે...