તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકજાગૃતિ:રાજ્યમાં TB જન જાગૃતિ અંગે મીડિયાની ભૂમિકા મહત્ત્વની

વહેલાલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર આરોગ્યના એડિશનલ ડાયરેક્ટરે હાજરી આપી
  • અમદાવાદ સિવિલની ટી.બી. હોસ્પિટલમાં મીડિયા સંવાદ યોજાયો: ટીબી આરોગ્ય સાથી’ એપ લોન્ચ કરાઈ

વડાપ્રધાન મોદી દ્વારા 2025 સુધીમાં ટી.બી. મુક્ત ભારત બનાવવા અને દેશભરમાંથી ટી.બી.ને નેસ્તનાબૂદ કરવા માટે “ટી.બી. હારેગા, દેશ જીતેગા” જન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સંવાદમાં મીડિયા મિત્રો ના સહયોગથી રાજ્યભરમાં ટી.બી. અંગે જનજાગૃતિ ને જન આંદોલન બનાવી મોટાપાયે લોકજાગૃતિ આરંભી શકાય તે માટેના મીડિયા સંવાદનું આયોજન કરવામા આવ્યું હતુ. આ પ્રસંગે, જાહેર આરોગ્યના એડિશનલ ડાયરેક્ટર એચ.એફ.પટેલ, ટીબી હોસ્પિટલના ડાયરેક્ટર રષેન્દુ પટેલ અન્ય તબીબો , મીડિયા કર્મચારીઓ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ સેમિનારમાં નેશનલ હેલ્થ મિશનના એમ.ડી. રમ્યા મોહને જણાવ્યું હતું કે, ટીબી રોગ અંગે સમાજમાં રહેલી માન્યતા દૂર કરવામાં મિડીયાની ભુમિકા મદદરૂપ થઈ શકે છે. ટી.બી.ના સંયુક્ત નિયામક ડૉ. સતીષ મકવાણા દ્વારા રાજ્યમાં ટી.બી.ની વર્તમાન સ્થિતિ અને તેની નાબૂદિ માટેના આરોગ્ય વિભાગ અને સરકારના પ્રયાસો વિશેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. આ જનજાગૃતિ અભિયાનમાં મીડિયાની ભૂમિકા અહમ અને મહત્વની છે.

ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તેમજ વિવિધ પ્રચાર પ્રસારના માધ્યમો , સોશિયલ મીડિયાના સહયોગથી શહેરી તેમજ ગ્રામીણ ક્ષેત્રોમાં ટી.બી. અંગેની જાગૃતતા કેળવી શકાય છે. જે સંયુકત નિયામક દ્વારા વિવિધ જનજાગૃતિ અભિયાન ચલાવીને ટી.બી. નાબૂદી કાર્યક્રમમાં સરકારને સહભાગી થવા મીડિયા મિત્રો અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...