​​​​​​​પાયલોટ ડે ની ઉજવણી:અમદાવાદ જિલ્લાના 108 સેવાના 46 ડ્રાઈવર્સની કામગીરી બિરદાવાઇ

વહેલાલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કાર્યક્રમમાં કર્મીઓનું એવોડર્ઝ આપી બહુમાન

અમદાવાદ સી.જી.રોડ સ્થિત હોટલ ખાતે બુધવારે 26 મેં પાયલોટ ડે નિમિત્તે જિલ્લાના 108 એમ્બ્યુલન્સ સેવાના ડ્રાઈવર્સ (પાઈલોટ)ની કામગીરીને બિરદાવવાના હેતુથી ‘પાઈલોટ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 46 કર્મીઓને એવોર્ડ એનાયત કરી તેઓની મહત્વ પૂર્ણ કામગીરીને બિરદાવવામાં આવી હતી.

પાયલોટ ડે ની ઉજવણી પ્રસંગે અમદાવાદ જિલ્લા પ્રોજેકટ મેનેજર જીતેન્દ્ર શાહી, એનાલિસિસ ડિપાર્ટમેન્ટ હેડ વિકાસ બીહાની -104 EML સેન્ટરના મેનેજર ધવલ માંડલીયા ડો.પ્રવીણ કોટવાલ,108, ધન્વંતરી,આરોગ્ય સંજીવની ,મહિલા હેલ્પલાઇન, કરુણા હેલ્પ લાઇનના અધિકારીઓ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં GVK EMRI અંતર્ગત ચાલતી વિવિધ સેવાઓના કુલ 46 કર્મચારીઓને ઓનેસ્ટી, એક્ઝેમ્પલેરી, કેએમપીએલ 108, બેસ્ટ કેસ એવોર્ડ, એમ્બી મોમેન્ટ્સ સહિતના એવોર્ડઝ એનાયત કરી તેમજ વિપરીત સ્થિતિઓમાં તેમણે બજાવેલી કામગીરી વિશે માહિતી આપી પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...