ક્ષતિ:નામ મિસ મેચના લીધે પીએમજેવાયની અરજી સિસ્ટમ મુજબ રિજેક્ટ થાય છે

વહેલાલ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એવી સિસ્ટમજ નથી કે VCE,CSC , હોસ્પિટલ રિકવેસ્ટ મોકલી શકે
  • દસક્રોઈ હેલ્થ કચેરી વીસીઈની પીએમજેવાયની અરજીઓ રિજેક્ટ કરે છે તે અંગે ‘ દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો

અમદાવાદ જિલ્લા વીસીઈ પ્રમુખ અંકિત શેઠે દસક્રોઈ હેલ્થ કચેરી વીસીઈની પીએમજેવાયની અરજીઓ રિજેક્ટ કરે છે તે અંગે દિવ્ય ભાસ્કરમાં શનિવારે અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. તેના સંદર્ભમાં જિલ્લા પીએમજેવાયના કો ઓર્ડિનેટરે જણાવ્યું કે આ વાત તદ્દન ખોટી છે.મોટાભાગે આધારકાર્ડ અને રેશનકાર્ડ ના નામ મિસમેચ થવાથી રીજેક્શન આવે છે.

એપૃવલ ઓથોરિટી ફિફો પદ્ધતિથી કામ કરે છે ,સિસ્ટમમાં એવી કોઈ આઈડી શો થતી જ નથી જેનાથી પીએમજય કાર્ડ માટે કોણે રિકવેસ્ટ મોકલી છે તે ઓથોરિટીને જાણ થાય જેથી કરીને વીસીઈની અરજીઓ રિજેક્ટ કરાઈ રહી છે એવો આક્ષેપ જિલ્લા વીસીઈ અંકિત શેઠે લગાવ્યો છે તે તદ્દન ખોટો છે.એવી જાણકારી પીએમજય જિલ્લા હેલ્થ કો ઓર્ડિનેટર માસુમબેન પટેલે આપી હતી.

આ બાબતે તેમણે વધુ જણાવ્યું હતું કે ડીએલઇ પ્રકાશ વરમોરાને સીસ્ટમમાં પ્રેક્ટિકલી બતાવવામાં આવ્યું જ છે કે લેવલ વન ઓર્થોરિટીને ખબરજ ના હોય કે કાર્ડ વીસીઈ, સીએસસી,કે હોસ્પિટલ માંથી કોણે બનાવ્યું છે, જ્યારે તેઓને ખબરજ ના હોય ત્યારે વીસીઈ ના કાર્ડ રિજેક્ટ કરવાનો પ્રશ્નજ ના આવે.અપૃવલ ઓથોરિટી ખોટા કાર્ડ અપૃવ કરે તો એફઆઈઆર તેમજ પેનલ્ટીની જોગવાઈ છે.

કારણોસર ડોક્યુમેન્ટ માં ભૂલ હોય તોજ સીસ્ટમ મુજબ રિજેક્ટ થાય મોટા ભાગે આધારકાર્ડ અને રેશનકાર્ડ મા નામ મિસમેચ થવાથી રિજેક્ટ થતા હોય છે. જિલ્લા હેલ્થ કો ઓર્ડિનેટરે જણાવ્યુ હતુ કે આવી બાબત સાવ ખોટી છે આ સિસ્ટમમાં આવી રીતે અરજી રિજેકટ થઈ શકે તેમ જ નથી.

અન્ય સમાચારો પણ છે...