તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:દસક્રોઈના ધારાસભ્યે રસીકરણ કેન્દ્રોની મુલાકાત લીધી

વહેલાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણને વેગવાન બનાવવા આરોગ્યકર્મી અને કાર્યકરોની કામગીરીને પ્રોત્સાહન આપે છે

દસક્રોઈ તાલુકામાં રસીકરણને વેગ આપવા દસક્રોઈ ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ વિવિધ ગામના રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા છે. દસક્રોઈ ના ગામે ગામ ફરી ભાજપના કાર્યકરોને વધુને વધુ લોકો રસી લે તે માટે જે રીતે મતદાન સમયે મત મેળવવા મતદારોને પોલિંગ બુથ સુધી લઈ આવવા કમર કસે છે એજ રીતે 18 થી ઉપરના નાગરિકોને રસીથી આડઅસર થતી નથી,રસીના ફાયદા સમજાવી રસી લેવા માનસિક રીતે તૈયાર કરી રસી કેન્દ્ર સુધી લઈ આવવા કાર્યકરોને જણાવતા રસીકરણમા ખાસો વેગ મળ્યો છે.

કાર્યકરો અને નાગરિકોને પ્રોત્સાહન આપવા દસક્રોઈના ધારાસભ્ય કાસિન્દ્રા , ભાત, ખોડિયારની મુલાકાત લીધી હતી.જ્યાં તેઓએ આરોગ્યકર્મીઓની સેવાઓને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...