રસીકરણ:મેગા વેક્સિન ડ્રાઈવમાં દસક્રોઈ તાલુકામાં 4771 લોકોને ડોઝ અપાયા

વહેલાલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રવિવારે વેકસીન ડ્રાઇવ ચાલુ રાખતા કર્મીઓએ વેકસીન ડ્રાઇવ યોજી દસક્રોઈ મા 4771 ડોઝ આપવામાં આવ્યા હતા. - Divya Bhaskar
રવિવારે વેકસીન ડ્રાઇવ ચાલુ રાખતા કર્મીઓએ વેકસીન ડ્રાઇવ યોજી દસક્રોઈ મા 4771 ડોઝ આપવામાં આવ્યા હતા.
  • દસક્રોઈના 7 સેન્ટરમા 4771 લોકોએ વેક્સિન લીધી: રવિવાર હોવાથી ઓછા લોકો આવતા હોવાથી રસીકરણ ઝુંબેશ હાથ ધરવી ન જોઇએ

છેલ્લા બે બે વર્ષથી રાત-દિવસ જોયા વિના આરોગ્ય કર્મીઓ રવિવારની રજાના દિવસે વગર પગારે કામ કરી રહયા છે.જેની આરોગ્ય કર્મીઓ પર શારીરિક,માનસીક,સામાજીક અસરો થઈ રહી છે. આવા સંજોગોમાં 10 ઓક્ટોમ્બરને રવિવારે પણ રાજ્યભરમાં મેગા વેક્સિન ડ્રાઇવનો આદેશ મળતા ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના આરોગ્ય તબીબી સેવા કમિશનર સમક્ષ વિરોધ છતાં રવિવારે મેગા વેક્સિન ડ્રાઇવ યોજવા સરકારે આદેશ કરતા રાજ્યભરમાં વેક્સિન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જે અંતર્ગત દસક્રોઈ ના 7 સેન્ટરોમા વેક્સિન ડ્રાઈવ યોજાઈ ગઈ.જે અંતર્ગત 4771લોકોએ વેક્સિન લીધી હતી.મોટા ઉપાડે વેક્સિન ડ્રાઇવ યોજે છે પણ રવિવારે લોકો રસી લેવા ઓછા આવે છે ત્યારે રવિવારે આવી વેક્સિન ડ્રાઈવ યોજવી ના જોઈએ જેથી કર્મીઓને આરામ મળે.તેવી લાગણી વ્યકત થઈ રહી છે. રવિવાર હોવાથી લોકોની પાંખી હાજરી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...