આપઘાત:પતિએ ચારિત્ર્ય પર શંકા કરતા પત્નીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામોલની દીકરીના લગ્ન 6 માસ પૂર્વે દસક્રોઈના હુકા ગામે થયા હતા
  • ‘લગ્ન પહેલા કોઈ સબંધ હશે તો માતાજી આગળ પકડાઈ જઈશ’ કહેતા ફાંસો ખાઈ લીધો , દીકરીના પિતાએ જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

6 માસ પૂર્વે લગ્ન થયેલ હુકાની પરિણીતા ના પતિ દ્વારા અવારનવાર ચારિયને લઈ શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરિણીતાએ ઘરમાં ફાંસો ખાઈ લેતા મૃત પરિણીતાના પિતાએ જમાઈ વિરુદ્ધ કણભા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. રામોલની દીકરીના લગ્ન છ માસ પૂર્વે દસક્રોઈ ના હુકા ગામે થયા હતા.

પરિણીતાના આણા ચાલતા હોઈ પિયરેથી સાસરીમાં આવતીજતી રહેતી પરિણીતા પિયર જતી ત્યારે મા બાપને કહેતી કે પતિ ચારિત્ર્યની શંકા રાખી અવારનવાર મારઝૂડ અને બોલાચાલી કરી ઝગડો કરે છે.પરંતુ પિતા દીકરીનું ઘર બંધાય તે સારું સાસરે મૂકી આવતા. દિવાળી ના દિવસોમાં પરિણીતા સાસરીમાં હુકા ગામે આવી હતી ત્યારે પરિણીતાના પિતાએ કરેલી પોલીસ ફરીયાદ મુજબ ગત છ નવેમ્બરે જમાઈના બનેવીનો કોલ આવ્યો હતો અને જણાવેલ કે દીકરીએ ઘરમાં ફાંસો ખાધો છે.આથી દીકરીના મા બાપ અને પરિવારજનો હુકા ગયેલ ત્યારે દીકરી મૃત હાલતમાં હતી.

રાતે પરત આવ્યો ત્યારે પત્ની ફાંસો ખાધેલી હાલતમાં પડી હતી : પતિની કેફિયત
આ અંગે પરિણીતાના પિતાએ જમાઈને પૂછતા જણાવ્યુ કે મેં પત્નીને પુછ્યુ હતુ કે આપણા લગ્નને હજી છ માસ થયા છે અને થોડા દિવસોમાં માંડવો નાખવાનો છે.આ માંડવામાં તારે લગ્ન પૂર્વે કોઈ સબંધ હોય તો માતાજી આગળ પકડાઈ જઈશ.આથી પત્નીએ કહેલ કે લગ્ન પૂર્વે એક છોકરાએ મારો હાથ પકડ્યો હતો.બીજું કાંઈ થયું ન હોતું .શુ આપણી માતાજી પકડી લેશે આવી વાત થઈ હતી અને હું શાકભાજી લેવા ગયો હતો રાતના દોઢ વાગે પરત આવ્યો ત્યારે પત્ની ઘરમાં પાઇપ સાથે સાડી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં હતી.જોકે આસપાસના લોકોને પરિણીતાના પિતાએ પૂછતા આ વાતથી લોકો અજાણ હતા.આ બનાવથી ગામ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી હાલ આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...